ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર પર હાર્વર્ડ યુનિવર્સિટીએ કેસ દાખલ કર્યો, જાણો શું છે કારણ…

કેમ્બ્રિજ, અમેરિકાઃ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારેથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અનેક પ્રકારના બદલાવ આવી રહ્યા છે. આ બદલા માટે ક્યાંક તેમન સમર્થન મળે છે, તો ક્યાંક વિરોધ પણ થઈ રહ્યો છે. અત્યારે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે દાવો દાખલ કર્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના એક નિર્ણયના કારણે હાર્વર્ડને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્વર્ડ યુનિવર્સિટીએ આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને ટ્રમ્પ સરકારને કોર્ટમાં ઢસડી છે. હવે આ મામલે કોર્ટમાં સુનાવણી થશે. જેથી ટ્રમ્પ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે.
આ નિર્ણયના અમલીકરણને રોકવા યુનિવર્સિટીએ સ્ટેની માંગ કરી
હાર્વર્ડ યુનિવર્સિટીએ બોસ્ટનની ફેડરલ કોર્ટમાં ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયને પડકારતો દાવો દાખલ કર્યો છે.આ મામલે યુનિવર્સિટીનું કહેવું છે કે, ટ્રમ્પ પ્રશાસન રાજકીય દબાણ લાવી રહ્યું છે. આવી સ્થિતિમાં, સરકારને આ નિર્ણય પર આગળ વધતા અટકાવવા જોઈએ. આ કેસમાં યુનિવર્સિટીનું કહેવું છે કે, ટ્રમ્પ સરકારે આ નિર્ણય લઈને ફર્સ્ટ એમેન્ડમેન્ટનું ઉલ્લંઘન કર્યું છે. જેના કારણે યુનિવર્સિટીના કૂલ 7000 વિઝા ધારકોને અસર થઈ છે. આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી માટે ખાસ યોગદાન આપ્યું છે. આ યુનિવર્સિટીમાં સૌથી વધારે ભારત અને ચીનના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેથી હાર્વર્ડ યુનિવર્સિટીએ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના આ નિર્ણયના અમલીકરણને રોકવા માટે કોર્ટ પાસેથી સ્ટેની માંગણી કરી છે.
આપણ વાંચો: રશિયામાં ભારતીય પ્રતિનિધિમંડળનું વિમાન ડ્રોન હુમલાથી માંડ બચ્યું
વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીની પાત્રતા રદ
મહત્વની વાત એ છે કે, હાર્વર્ડ યુનિવર્સિટી અનેક વિદેશી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતાં હોય છે. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયના કારણે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીની પાત્રતા રદ કરી છે. એટલું જ નહીં પરંતુ વર્તમાનના વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે ગત શૈક્ષણિક વર્ષમાં લગભગ સાત હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આ કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના 27 ટકા છે. પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયને કારણે ભારત સહિત વિશ્વભરના વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે સ્પષ્ટ છે.જેના કારણે હાર્વર્ડ યુનિવર્સિટીએ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે દાવો દાખલ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે, કોર્ટ દ્વારા આ મામલે કેવો નિર્ણય લેવામા આવે છે.