ઇન્ટરનેશનલપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

ભારતના આ દિગ્ગજ વકીલ વિનેશને મેડલ અપાવી શકશે? આજે CASમાં સુનાવણી

પેરીસ: પેરિસ ઓલિમ્પિક (Paris Olympic)માં 50Kg ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઈનલ મેચ પહેલા ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગટ(Vinesh Phogat)ને ગેરલાયક ઠરાવવામાં આવી હતી. દેશને ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવવાનું વિનેશનું સપનું પૂરું ના થઇ શક્યું, તેને સિલ્વર મેડલ પણ આપવામાં ન આવ્યો. એવામાં ભારતની અપીલ પર આજે નિર્ણય લેવામાં આવશે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું પ્રતિનિધિત્વ પ્રખ્યાત ભારતીય વકીલ હરીશ સાલ્વે કરશે.

ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને કિંગ્સ કાઉન્સેલ હરીશ સાલ્વેએ પુષ્ટિ કરી છે કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ(CAS)માં વિનેશ ફોગાટનો કેસ લડવા માટે IOA દ્વારા તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે.

વિનેશને 50 કિલો વજનની શ્રેણીમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી કારણ કે તેનું વજન ફાઈનલ મેચ પહેલા કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, IOAએ CASમાં કેસ દાખલ કર્યો છે. CASમાં આજે એટલે કે 9મી ઓગસ્ટે ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે સુનાવણી શરૂ થશે.

આ પહેલા હરીશ સાલ્વે પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટમાં કેસ લડી ચૂક્યા છે. લાખો રૂપિયાની ફી લેનાર સાલ્વેએ તે સમયે એક રૂપિયો પણ વસૂલ્યો ન હતો. આ મામલામાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.

પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ઇન્ડિયન રેસલિંગ ફેડરેશનના પ્રમુખ સંજય સિંહે ફોગટને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. સંજય સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફોગાટની જાહેરાત ઉતાવળમાં કરવામાં આવી હોવાનું જણાય છે અને તેણે ભારત પરત ફર્યા બાદ તેના પરિવાર, ફેડરેશન અને રમત-ગમત વિભાગ અધિકારીઓ સાથે તેની નિવૃત્તિ અંગે ચર્ચા કરવી જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે Kriti Sanon In Greece