હમાસ સ્થાનિકોને બંદી બનાવીને તેનો ઢાલની જેમ ઉપયોગ કરી રહ્યું છે…

ઇઝરાયલ અને હમાસના યુદ્ધમાં સ્થાનિક લોકો સાથે ઘણો દુરવ્યવહાર થઇ રહ્યો છે તેમાં પણ હમાસે પકડીને બંદી બનાવેલા કેટલાક ઇઝરાઇલના નાગરિકો સાથે ખૂબજ ખરાબ વર્તન કરી રહ્યું છે. અને તેમનો ઉપયોગ ઇઝરાયલને પરાસ્ત કરવા માટે કરી રહ્યું છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા છ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને પક્ષો હજુ પણ એકબીજા પર રોકેટ ફાયર કરી રહ્યા છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતમાં ઈઝરાયલના પૂર્વ રાજદૂત રોન મલ્કા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હમાસ એક કટ્ટરપંથી જૂથ છે જેણે ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનીઓને બંધક બનાવ્યા છે અને તેમનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.
આમ જોઇએ તો ખરેખર હમાસના લોકો પેલેસ્ટાઈન નથી ના તો ઇસ્લામિક છે. આ એવા લોકો છે જેનું બ્રેઈન વોશ કરવામાં આવ્યું છે. અહી નાના બાળકો અને વૃદ્ધો પર હુમલો કરીને તેમનું બ્રેઈનવોશ કરવામાં આવે છે. અને એટલે જ ઇઝરાયલ સરકારે હવે હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો નિર્ણય લીધો છે.
ઇઝરાયલ ગયા શનિવારે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હમાસના લગભગ 1500 આતંકીઓએ ઈઝરાયલની સરહદ પર હુમલો કર્યો હતો. આ પછી તેમણે સેંકડો લોકોની હત્યા પણ કરી હતી. માર્યા ગયેલા લોકોમાં ઘણા નાગરિકો પણ હતા.
ઇઝરાયલે કહ્યું હતું કે હવે કોઇપણ સંજોગોમાં હમાસનો નાશ કરીને જ રહીશું. હવે અમારી જવાબી કાર્યવાહીને માનવતાની દ્રષ્ટિએ જોઇને અમારા સૈનિકોને કોઇ સજા કરવામાં નહી આવે. આ અસ્તિત્વ અને કટ્ટરપંથીઓ વચ્ચેનું યુદ્ધ છે. આ અમારું અસ્તિત્વ, અમારા સિદ્ધાંતો અને મૂલ્યો માટે અમે લડી રહ્યા છીએ. પછી ભલે હમાસ કોઇપણ રીતે અમને બ્લેક મેઇલ કરવાની કોશિશ કરે અમે તમામ હુમલાઓનો જવાબ આપીશું.
હુમલાઓ શરૂ થયા ત્યારથી બંને પક્ષે 4,000 થી વધુ લોકો માર્યા ગયા છે. રોકેટના ઘાતક હુમલાએ ઈઝરાયલની પ્રખ્યાત આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી અને થોડા કલાકોમાં જ સેંકડો લોકોના જીવ લીધા હતા. મલ્કાએ જણાવ્યું હતું કે હવે અમે તૈયાર છીએ ઈઝરાયલી લોકોની ભાવના અને એકતાનો કોઈ જવાબ નથી.