Video: ઇઝરાયલે ઠાર કર્યાના પહેલા હમાસના વડા સિનવરની છેલ્લી ક્ષણોનો વિડીયો
તેલ અવિવ: હમાસના વડા યાહ્યા સિનવર(Yahya Sinwar)ની હત્યા કર્યા બાદ ગઈ કાલે શનિવારે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે (IDF) એક વિડીયો રિલીઝ કર્યો છે. જેમાં યાહ્યા સિનવર અન્ડર ગ્રાઉન્ડ ટનલમાં ફરતો જોવા મળે છે.
IDFના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ નાદવ શોશાનીના જણાવ્યા અનુસાર, આ વીડિયો 6 ઓક્ટોબરનો છે. શોશાનીએ X પર લખ્યું કે “ઓક્ટોબર 7 ના રોજ તેની હત્યા કરાયાના કલાકો પહેલા સીનવર સુરંગમાં ટીવી પર આતંકવાદી હત્યા, અપહરણ અને બળાત્કાર જોવાની તૈયારી કરી રહ્યો હતો.”
| Also Read: મહાયુદ્ધના ભણકારા: ઇઝરાયલ ટૂંક સમયમાં ઈરાન પર મોટો હુમલો કરશે! લીક થયેલા USના સિક્રેટ રીપોર્ટસમાં દાવો
ત્રણ મિનિટથી લાંબી ક્લિપમાં સિનવર, તેના પરિવારના સભ્યો સાથે બાળકો સહિત એક અન્ડર ગ્રાઉન્ડ ટનલમાં આગળ-પાછળ ચાલીને જતો જોવા મળે છે અને સાથે થેલીઓ લઈ જાય છે.
IDF પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું, ટનલની અંદર હમાસના વડાની હાજરી સાબિત કરે છે, ગાઝાના રહેવાસીઓ દ્વારા ચૂકવવામાં આવતી કિંમતની તેમને કઈ પડી નથી.
હાગારીએ એક વિડિયો નિવેદનમાં જણાવ્યું કે “તેઓ (હમાસ આગેવાનો) નાગરિકોનો ઉપયોગ માત્ર હ્યુમન શિલ્ડ તરીકે કરે છે અને તેઓ પોતાના બચાવમાં વ્યસ્ત છે. એનું ઉદાહરણ એ છે કે તેણે (સિનવર) જ્યાં છુપાયો હતો, ત્યાં પૈસા રાખવામાં આવ્યા છે.”
| Also Read: હિઝબુલ્લાહનો ડ્રોનથી ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ
ગુરુવારે રફાહમાં ઇઝરાયલી સૈનિકો દ્વારા સિનવાર સહીત હમાસના ત્રણ સભ્યોને મારવામાં આવ્યા હતાં. જેલવાસ દરમિયાન ઇઝરાયેલ પાસેના ડીએનએ સેમ્પલ અને ડેન્ટલ રેકોર્ડ પરથી તેની ઓળખ કરવામાં આવી હતી.
જુલાઇ મહિનામાં ઇઝરાઇલ દ્વારા ઇસ્માઇલ હનીયેહની હત્યા બાદ સીનવર હમાસના વડા બન્યા હતા.