ચેતવણીરૂપ કિસ્સો ! America જવાની ઘેલછામાં વેપારીને ત્રણ કરોડનો ચૂનો લાગ્યો, ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી
અમદાવાદઃ ગુજરાતમાં દિવસે ને દિવસે છેતરપિંડી કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવી જ એક વધુ એક ઘટના બની છે. જેમાં શહેરમાં એક વેપારી સાથે અમેરિકાની(America)નાગરિકતા અપાવવાનું કહી ગઠિયાઓએ રૂપિયા 3.10 કરોડની છેતરપીંડી કરી હતી. આ ઘટનાની વેપારી દ્વારા ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધવામાં આવી છે.
એક આરોપી અમેરિકામાં રહેતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
આ આરોપીઓએ પાંચ લાખ ડોલરના રોકાણની સામે સાત લાખ ડોલર પરત કરવાનું કહીને અમેરિકા સ્થિત કંપનીમાં નાણાં રોકાવ્યા હતા. જો કે બાદમાં કોરોના કાળમાં કંપની બંધ કરી દીધી હતી. આ કેસના બે આરોપીઓ પૈકી એક આરોપી હાલ અમેરિકામાં રહેતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
3.10 કરોડની રકમ સાત મહિનાના સમયમાં ચુકવી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાણીપમાં રહેતા યોગેશ પટેલને વર્ષ 2014માં વિક્રમ વાઘેલા અને મોહિત શાહ સાથે મુલાકાત થઇ હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તે અમેરિકાના ન્યુજર્સીના એટલાન્ટીક સીટીમાં મીપ્ટેગ કોર્પોરેશન નામની કંપનીમાં પાંચ લાખ યુએસ ડોલરનું રોકાણ કરે તો તેમને પરિવાર સાથે વિઝા કરાવી આપશે અને રોકાણની સામે કુલ સાત લાખ યુએસ ડોલર પરત કરશે. આ બંનેની વાત પર ભરોસો કરીને યોગેશએ પાંચ લાખ યુએસ ડોલરની રકમ સાત મહિનાના સમયમાં ચુકવી આપી હતી. યોગેશ અને તેમના પરિવારના સભ્યોના વિઝાની પ્રોસેસ માટે વિવિધ દસ્તાવેજો લીધા હતા.
નાણાં પરત માંગતા ધમકી આપી
2017 સુધી વિઝાની કામગીરી પૂર્ણ થઇ નહોતી અને રોકાણની સામે વળતર આપવા માટે નક્કી કરાયેલી સમય મર્યાદા પણ પુરી થઈ હતી. આ દરમિયાન તેમની વિઝાની ફાઈલ રદ થયાનું જાણવા મળ્યું હતું. જેથી યોગેશએ નાણાં પરત માંગતા બંને જણાએ તમારા નાણાં ખર્ચ થઈ ગયા છે. જેથી હવે પરત મળશે નહી તેવી ધમકી આપી હતી જેના પગલે અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે
Also Read –