Wish I Didn’t Miss You: કાર અકસ્માતમાં ગ્રેમી નોમિનેટેડ ગાયિકાનું મોત…

મોન્ટગોમરીઃ ગ્રેમી નોમિનેટેડ આર એન્ડ બી ગાયિકા એન્જી સ્ટોનનું કાર અકસ્માતમાં નિધન થયું હતું. તેણી ૬૩ વર્ષના હતા. સ્ટોન ઓલ-ફીમેલ હિપ-હોપ ટ્રાયો ધ સિક્વન્સના સભ્ય હતા. તેઓ તેમના ગીત ‘વિશ આઇ ડિડ નોટ મિસ યુ’ માટે જાણીતા હતા.
Also read : યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક! ફ્લોરિડામાં રિસોર્ટ પરથી 3 વિમાન પસાર થયા
મીડિયા રિપોર્ટસ અનુસાર સંગીત નિર્માતા અને સ્ટોનના મેનેજર વોલ્ટર મિલ્સેપ તૃતીયએ જણાવ્યું કે સવારે લગભગ ૪ વાગ્યે ગાયિકા જે વાહનમાં અલબામાથી એટલાન્ટા પાછા ફરી રહ્યા હતા તે વાહન પલટી ગયું અને એક મોટા ટ્રક સાથે અથડાયું હતું.
તેમણે કહ્યું કે સ્ટોનને બાદ કરતા કાર્ગો વાનમાં બધા જ બચી ગયા હતા. અલબામા હાઇવે પેટ્રોલે એક સમાચાર પ્રકાશનમાં જણાવ્યું કે ૨૦૨૧ મર્સિડીઝ-બેન્ઝ સ્પ્રિન્ટર વાન પલટી ગઇ અને પછી ટેક્સાસના ૩૩ વર્ષીય વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહેલા ૨૦૨૧ ફ્રેટલાઇનર કાસ્કેડિયા ટ્રક સાથે અથડાઇ હતી.
હાઇ-વે પેટ્રોલે જણાવ્યું કે એન્જી સ્ટોનને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત મોન્ટગોમરી શહેરની હદથી લગભગ ૮ કિમી દક્ષિણમાં થયો હતો. સ્પ્રિન્ટર ડ્રાઇવર અને વાનમાં સવાર અન્ય સાત લોકોને સારવાર માટે બાપ્ટિસ્ટ મેડિકલ સેન્ટર લઇ જવામાં આવ્યા હતા.
અધિકારીઓ અકસ્માતના કારણની તપાસ કરી રહ્યા છે. ગાયિકાના મેનેજરે જણાવ્યું કે તેમને આ સમાચાર એન્જી સ્ટોનના પુત્રી ડાયમંડ અને લાંબા સમયથી ધ સક્વિન્સના સભ્ય બ્લોન્ડી તરફથી મળ્યા હતા. અમને ક્યારેય આવા ભયંકર સમાચારની અપેક્ષા ન હતી.
Also read : ટ્રમ્પ અને ઝેલેન્સકીના ડખ્ખામાં બીજા બધા રહ્યા ભૂખા, વ્હાઈટ હાઉસમાં સ્વાદિષ્ટ ભોજન તો હતું પણ…
એન્જી સ્ટોનના બાળકો, ડાયમંડ અને માઇકલ આર્ચરે એસઆરજી ગૃપ દ્વારા શેર કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું કે અમે હજુ પણ તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને ખૂબ જ દુઃખી છીએ. તેમણે આગળ જણાવ્યું કે અમે જે અનુભવી રહ્યા છીએ તેને વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી.