અહીંયા મળે છે દુનિયાનું સૌથી સસ્તા ભાવે સોનું, તમે પણ ખરીદવા માંગો છો?
ભારતીયોને સોના માટે વિશેષ પ્રેમ છે અને તેઓ સોનામાં ઈન્વેસ્ટ કરવાનું અને જેમ બને તેમ સસ્તુ સોનું ખરીદવાની તરકીબો અજમાવતા હોય છે. આજે અમે અહીં તમને ભારતના એવા પડોશી દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં સસ્તામાં સોનું મળે છે. આ દેશમાં તમને ગોલ્ડ કન્ટ્રી તરીકે ઓળખાતા દુબઈ કરતાં પણ સસ્તા ભાવે સોનું મળે છે. આઈ નો આઈ નો હવે તમને પણ એ જાણવાની તાલાવેલી થઈ ગઈને કે આખરે ભાઈ કયો છે એ દેશ કે જ્યાં સસ્તા ભાવે સોનું મળે છે? ચાલો તમને જણાવીએ-
જ્યારે પણ સોનાનું નામ આવે ત્યારે દુબઈનું જ નામ સૌથી પહેલાં મનમાં આવે. દુબઈમાં પણ સોનું સસ્તા ભાવે મળે છે અને જો તમે પણ એવું માનતા હોવ કે દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં મળે છે તો ભાઈસાબ એવું નથી. દુનિયાનું સૌથી સસ્તુ સોનું ભૂટાનમાં મળે છે. જી હા, ભારતના પડોશી દેશ ભૂટાનમાં સોનાની કિંમત ખૂબ જ ઓછી છે. જો તમે પણ સસ્તુ સોનું ખરીદવા માંગતા હોવ તો બેગ પેક કરીને પૈસા લઈને પહોંચી જાવ ભૂટાન.
ભૂટાનમાં સોનું સસ્તું મળવાના કારણો વિશે વાત કરીએ તો અહીં સોનું ટેક્સ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ટેક્સ ન હોવાને કારણે સોનાની કિંમત ઓછી જ છે. આ ઉપરાંત અહીં સોના પર લગાવવામાં આવતી એક્સપોર્ટ ડ્યૂટી ખૂબ જ ઓછી છે. ભૂટાન અને ભારતના ચલણના મૂલ્યમાં જાજું અંતર ન હોવાને કારણે ભારતીયો માટે અહીંથી સોનું ખરીદવું ભારતીયો માટે એક ફાયદાનો સોદો સાબિત થાય છે. દુબઈ અને ભૂટાનના સોનાની કિંમતની સરખામણીએ કીરએ તો ભૂટાનમાં દુબઈ કરતાં પાંચથી 10 ટકા સસ્તી કિંમતે સોનુ મળે છે.
આ પણ વાંચો : મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં આજે જોવા મળ્યો ચમકારો, જાણો લેટેસ્ટ ભાવ…
જોકે, ભૂટાનમાં સોનું ખરીદવા માટે તમારે કેટલીક શરતોનું પાલન કરવું પડે છે. આ માટે પ્રવાસીઓએ ભૂટાન સરકાર દ્વારા પ્રમાણિત હોટલમાં ઓછામાં ઓછી વન નાઈટ સ્ટે કરવું પડશે. આ ઉપરાંત સોનું ખરીદવા માટે વ્યક્તિએ યુએસ ડોલર ખર્ચવા પડે છે. આ સિવાય તમારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફી (SDF) ચૂકવવાની પણ તૈયારી રાખવી પડશે. આ ફી દરેક પ્રવાસી પાસેથી વસૂલવામાં આવે છે અને ભારતીયો માટે આ ફી પ્રતિ દિવસ 1,200-1,800 રૂપિયા જેટલી હોય છે.
ઉપરોક્ત તમામ શરતોનું પાલન કર્યા બાદ જ ભારતીય પ્રવાસીઓ ભૂટાનમાંથી સસ્તુ સોનું ખરીદી શકે છે. ભૂટાનના નાણા મંત્રાલયની માલિકીની દુકાનોમાંથી પ્રવાસીઓએ સોનું ખરીદવા માટે રસીદ લેવી ખૂબ જ જરૂરી છે.