વિશ્વમાં દર ચોથું બાળક ભૂખમરાનો શિકાર, પાકિસ્તાનની સ્થિતિ ભારતથી બહેતર, યુનિસેફનો ચોંકાવનારો અહેવાલ

બાળ ગરીબીને લઈને યુનિસેફે એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ભારત વિશ્વના સૌથી ખરાબ દેશોમાં સામેલ છે જ્યાં બાળકોને યોગ્ય પોષણ મળતું નથી. પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતા સારી છે. જો આપણે દક્ષિણ એશિયાના દેશોની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં બાળ ગરીબીની સ્થિતિ ભારત કરતા પણ ખરાબ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં દર ચોથો બાળક ભૂખનો શિકાર છે અને સારો આહાર મેળવવા માટેસંઘર્ષ કરી રહ્યો છે. વિશ્વના 181 મિલિયન બાળકોમાંથી 65 ટકા બાળકો ગંભીર ભૂખમરામાં જીવવા માટે મજબૂર છે.
યુનિસેફનો ડેટા દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે દર ચારમાંથી 1 બાળક ગંભીર શ્રેણીમાં આવે છએ અને તે ખૂબજ નબળા અને અસંતિલત આહાર સાથે જીવવા માટે સંઘર્ષ કરે છે. યુનિસેફે તેના બાળ પોષણ રિપોર્ટમાં વિશ્વના 92 દેશોમાં સંશોધન કર્યું હતું. તેના રિપોર્ટમાં પાંચ વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના સંશોધનમાં એ તપાસવામાં આવ્યું હતું કે બાળકોને પોષણયુક્ત આહાર મળી રહ્યો છે કે નહીં.
અહેવાલ મુજબ 92 દેશોમાં બાળ ખોરાકની ગંભીર ગરીબીમાં જીવતા બાળકોની ટકાવારી બેલારુસમાં 1% થી સોમાલિયામાં 63% , ગિનીમાં 54% , અફઘાનિસ્તાનમાં 49 %, સિએરાલિયોનમાં 47% , ઇથોપિયામાં 46% અને લાઇબેરિયામાં 43% છે, જ્યારે ભારતમાં આ ટકાવારી 40% છે જે ખૂબ જ ગંભીર શ્રેણીમાં આવે છે. પાકિસ્તાનની સ્થિતિ ભારત કરતા સારી છએ. અહીં 38% બાળકો ભૂખમરાનો શિકાર છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારત એવા 20 દેશમાંનું એક છે, જ્યાં બાળકોને પોષણયુક્ત આહાર મળતો નથી.
આ પણ વાંચો : યુનિસેફ ઇન્ડિયાની નેશનલ એમ્બેસેડર બની આ જાણીતી બોલિવૂડ અભિનેત્રી, બાળ અધિકાર, લિંગ સમાનતા જેવા મુદ્દાઓ પર કામ કરશે
રિપોર્ટ અનુસાર દર 3માંથી બે બાળક (66% ) ભૂખનો શિકાર છે, એટલે કે વિશ્વના આશરે 440 મિલિયન બાળકો કુપોષિત છે.
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બાળપણમાં સારા પોષણથી વંચિત બાળકો શાળામાં ઓછું સારું પ્રદર્શન કરે છે અને પુખ્તાવસ્થામાં તેમની કમાણીની ક્ષમતા ઓછી હોય છે, જેના કારણે તેઓ ગરીબી અને વંચિતતાના ચક્રમાં ફસાઈ જાય છે.