હું પાકિસ્તાનથી મારા મિત્રને મળવા આવી છું… ટ્રેનમાં મળી આવેલ યુવતીનો આઘાતજનક ખુલાસો….

મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના એક યુવાનની ટ્રેનમાં એક યુવતી સાથે મુલાકાત થઇ. આ યુવતીએ કહ્યું કે, પોતે પાકિસ્તાનના કરાચીમાં રહે છે. તે તેના મિત્રને મળવા માટે ભારતમાં આવી હતી. જોકે અહીં તેના બધા જ દસ્તાવોજો ગૂમ થઇ ગયા છે. આ યુવતીએ યુવક પાસે મદદ માંગી. ત્યાર બાદ આ યુવક તેને મુરાદાબાદ જીઆરપી પોલીસ સ્ટેશનમાં લઇ ગયો. અહીં પૂછપરછ દરમીયાન આખી ઘટના જાણવા મળીહતી.
પ્રાપ્ત વિગતો અનુસાર મુરાદાબાદના નિખિલ શર્માને કાઠગોદામ એક્સપ્રેસમાં એક સગીર વયની યુવતી મળી આવી. તેની ઉંમર 17 વર્ષની હોવાનું કહેવાઇ રહ્યું છે. આ યુવતીએ કહ્યું કે તેણી પાકિસ્તાનમાં રહે છે અને તેના મિત્રને મળવા માટે છેક કરાચીથી ભારત આવી છે. જોકે અહીં આવતા તેના તમામ દસ્તાવેજો ખોવાઇ ગયા છે. તેણે નિખિલ પાસે મદદ માંગી. ત્યારે નિખિલે આ યુવતીને મુરાદાબાદ લાવી જીઆરપીને સોંપી હતી.
પાકિસ્તાનનું નામ આવતાં જ સુરક્ષા દળો સક્રિય થઇ ગયા. તરત જ આ આખી ઘટનાની જાણકારી સંલગ્ન વિભાગોને આપવામાં આવી. તપાસ કરતાં આ યુવતી પાકિસ્તાનની નહીં પણ મેરઠની હોવાની જાણકારી મળી હતી. તેનું નામ બુશરા છે અને તે માનસીક બિમારીથી પિડાઇ રહી છે. તપા કરતાં જાણ થઇ કે મેરઠમાં આ યુવતી ખોવાઇ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધઇ પણ છે.
આખરે તેના પરિવારજનોને જાણ કરી યુવતીને તેના પરિવાર સાથે ભેટો કરાવી તેમને સોંપવામાં આવી હતી.