OMG! જર્મન રેલવે કંપની 30 હજાર કર્મચારીઓને છૂટા કરશે, આ છે કારણ…
જર્મન રેલ્વે કંપનીએ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. Deutsche Bahn નામની કંપનીએ 30 હજાર કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપની દ્વારા કરાયેલી જાહેરાત બાદ કર્મચારીઓનું ટેન્શન વધી ગયું છે. તેઓને હવે નવી નોકરી શોધવાની ચિંતા છે. જર્મન કંપની દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી કર્મચારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. જર્મન રેલવેની દિગ્ગજ કંપની Deutsche BahnS અચાનક 30 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો તેની પાછળનું કારણ એવું કહેવાય છે કે નાણાકીય કટોકટી વચ્ચે, કંપનીએ રેલવેની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને કુલ ખર્ચ ઘટાડવા માટે આકરા નિર્ણયો લેવા પડ્યા છે. કંપની માટે ખર્ચ ઘટાડવા માટે આ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીને પ્રથમ છ મહિનામાં 1.2 અબજ ડોલરનું નુકસાન થયું છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીએ ખર્ચ ઘટાડવાનો નિર્ણય લેવો પડ્યો છે, જેના કારણે પહેલો ભોગ કંપનીના કર્મચારીઓનો લેવાઇ રહ્યો છે. કંપનીએ ખર્ચ ઘટાડવાના ભાગરૂપે 30 હજાર કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા પણ ઘણી વખત કંપનીઓ પોતાની ખોટમાંથી બહાર આવવા માટે કર્મચારીઓને છટણી કરવાની રીત અપનાવી ચુકી છે.
જર્મન રેલ્વે કંપનીમાંથી નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ જશે ક્યાં ? એ મોટો સવાલ છે કારણ કે આ બધા કર્મચારીઓ માટે તરત જ નોકરી મેળવવી એટલી સરળ નહીં હોય. તાજેતરમાં Dyson, Tesla, Paytm, Google જેવી ઘણી મોટી કંપનીઓએ પણ મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે. આ કંપનીઓએ આવો નિર્ણય લેવા પાછળનું કારણ નુકસાન માટે વળતર પણ ગણાવ્યું હતું.
જર્મન સરકારે ગયા વર્ષે જર્મનીની ટિકિટ રજૂ કરી હતી જેમાં તમામ પ્રાદેશિક અને સ્થાનિક ટ્રેનોમાં દર મહિને માત્ર 49 યુરોમાં મુસાફરી કરવાની છૂટ હતી આના કારણે મુસાફરોની સંખ્યામાં ભારે વધારો થયો હતો અને કંપનીની સમસ્યાઓમાં પણ વધારો થયો હતો. આ ઉપરાંત ખરાબ હવામાનના કારણે જાન્યુઆરીથી જુના સમયગાળામાં રેલવેની સેવા ખોરવાઇ ગઇ હતી. ત્યાર બાદ કામદારોની હડતાલને કારણે પણ રેલ્વે ટ્રાફિક ઘણા દિવસો સુધી ખોરવાઈ ગયો હતો ,જેને કારણે કંપનીને અંદાજે 300 મિલિયન યુરોનું નુકસાન થયું હતું