
ઈઝરાયલ અને હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધ વચ્ચે જર્મન ચાન્સેલર મંગળવારે ઈઝરાયેલ પહોંચ્યા હતા. ઈઝરાયલમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના વિમાનના લેન્ડિંગ દરમિયાન કંઈક એવું થયું હતું કે જેનાથી અરાજકતા સર્જાઇ ગઇ હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
મંગળવાર, ઓક્ટોબર 17 ના રોજ, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે યુદ્ધ કરી રહેલા ઇઝરાયલની મુલાકાત લીધી હતી. જર્મન ચાન્સેલરના વિમાનના ઉતરાણ દરમિયાન, રોકેટ હુમલો થાય છે અને ધડાકા સંભળાય છે. જર્મન ચાન્સેલરનું વિમાન બેંગુરિયન એરપોર્ટ પર ઉતરી રહ્યું છે અને આ દરમિયાન રોકેટ એટેકનો સાયરન વાગે છે. હુમલાની સાયરન વાગતાની સાથે જ ત્યાં હાજર અધિકારીઓ પોતાની સુરક્ષા માટે રનવે પર સૂઈ જાય છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ પણ સાયરન વાગતા જ જમીન પર સૂઇ જાય છે.
ગાઝા હોસ્પિટલ બ્લાસ્ટના સમાચાર વચ્ચે અમેરિકી પ્રમુખ જો બાઇડેન ઇઝરાયલ પહોંચ્યા છે. હોસ્પિટલમાં વિસ્ફોટના કારણે, જોર્ડને કિંગ અબ્દુલ્લા, સીસી, અબ્બાસ સાથે બાઇડેનની મુલાકાત રદ કરી છે.
આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બીઇડેન જે હેતુ માટે આરબ દેશો સાથે બેઠક કરવા જઈ રહ્યા હતા તે હેતુ પૂર્ણ કર્યા વિના જ પાછા ફરવું પડશે. લાગે છે કે ગાઝાની હૉસ્પિટલ પર હુમલો આ યુદ્ધમાં નવો વળાંક લાવવાનું કારણ બનશે.