ઈસ્લામ વિરોધી રાજકારણી ગીર્ટ વાઈલ્ડર્સ નેધરલેન્ડના આગામી વડાપ્રધાન બની શકે છે. એક્ઝિટ પોલ્સમાં ડચ સંસદીય ચૂંટણીમાં તેમની પાર્ટી ફોર ફ્રીડમ (PVV) પાર્ટીને સૌથી વધુ બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પરિણામોની યુરોપ પર ઊંડી અસર થવાની શક્યતા છે. વાઇલ્ડર્સ ઇસ્લામની ઉગ્ર ટીકા અને કઠોર ઇમિગ્રેશન નીતિઓને કારણે ઘણીવાર સમાચારમાં ચમકતા રહે છે.
એક રિપોર્ટ અનુસાર ઈસ્લામ વિરોધી ગ્રેટેની જીત માત્ર નેધરલેન્ડની રાજનીતિ જ નહીં પરંતુ યુરોપિયન રાજનીતિને પણ હચમચાવી નાખશે. એક્ઝિટ પોલમાં બહાર આવ્યું છે કે ગીર્ટ વાઈલ્ડર્સની પાર્ટી ફોર ફ્રીડમ (PVV) આ ચૂંટણીમાં સૌથી આગળ રહેશે. એક્ઝિટ પોલમાં, તેમની પાર્ટી PVV તમામ પક્ષોને હરાવીને 150 માંથી સૌથી વધુ 35 બેઠકો જીતી રહી છે. ગત વખતે તેમની પાર્ટીને માત્ર 17 બેઠકો મળી હતી.
પીવીવી પછી, ફ્રાન્સ ટિમરમેન્સની લેબર પાર્ટી અને ગ્રીન લેફ્ટના ડાબેરી ગઠબંધનને 25 બેઠકો મળવાની ધારણા છે. જો એક્ઝિટ પોલના વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે, તો PVV સૌથી મોટી પાર્ટી હશે અને વાઈલ્ડર્સ તેનું નેતૃત્વ કરશે. જો કે, સરકાર બનાવવા માટે, તેઓએ અન્ય પક્ષોને સાથે લેવાની જરૂર પડશે કારણ કે બહુમતીનો આંકડો 76 બેઠકો છે.
ગીર્ટ વાઈલ્ડર્સની વિવાદાસ્પદ છબીને જોતા તે અન્ય નેતાઓને સરકાર બનાવવા માટે કેવી રીતે મનાવી શકશે તે અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેઓ ઈસ્લામ વિરોધી નિવેદનો આપતા રહ્યા છે. દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હોવા છતાં વાઈલ્ડર્સને સંસદમાં બહુમતી સાબિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
નેધરલેન્ડની સામાન્ય ચૂંટણીમાં ત્રણ મુદ્દાઓ મુખ્ય હતા, જેમાં શરણાર્થીઓનો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ હતો. આ સિવાય બે અન્ય મુદ્દાઓમાં જીવનધોરણ અને આબોહવા પરિવર્તનનો સમાવેશ થાય છે. વાઈલ્ડર્સે તેમના ચૂંટણી વચનોમાં મસ્જિદો અને માથાના સ્કાર્ફ પર પ્રતિબંધ મૂકવાની પણ વાત કરી હતી.
પયગંબર મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા ઉપરાંત વાઈલ્ડર્સે ઈસ્લામને પછાત ધર્મ પણ ગણાવ્યો છે. વાઈલ્ડર્સે ઘણી વખત કહ્યું છે કે તે નેધરલેન્ડ્સમાં મસ્જિદો અને કુરાન પર પ્રતિબંધ મૂકવા માંગે છે. વાઈલ્ડર્સે ટીવી ડિબેટ દરમિયાન પ્રોફેટ મોહમ્મદ વિશેની તેમની ટિપ્પણી માટે ટીકાનો સામનો કરનાર ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માને પણ ટેકો આપ્યો છે. ત્યારે વાઈલ્ડર્સે કહ્યું હતું કે નુપુર શર્માએ સત્ય કહ્યું છે. તેમણે ઈસ્લામિક દેશોના ગુસ્સાને હાસ્યાસ્પદ ગણાવ્યો છે.
ત્યારબાદ વાઈલ્ડર્સે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે, ‘અલ-કાયદા જેવા ઈસ્લામિક આતંકવાદીઓ સામે ક્યારેય ઝુકશો નહીં, તેઓ બર્બરતાને રજૂ કરે છે. સમગ્ર ભારતીય રાષ્ટ્રે હવે નુપુર શર્માની તરફેણમાં એક થવું જોઈએ અને તેને સમર્થન આપવું જોઈએ. અલકાયદા અને તાલિબાને વર્ષો પહેલા મને તેમની હિટલિસ્ટમાં મૂક્યો હતો.’
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ