ઇન્ટરનેશનલ

GDPમાં તો વૃદ્ધિ નથી થતી પણ ગધેડાઓમાં વૃદ્ધિ થઇ રહી છે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબે દેશનો આર્થિક સર્વે રજૂ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા તેના આર્થિક લક્ષ્યને ચૂકી ગઈ છે. પરંતુ ગધેડાની વસ્તીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પાકિસ્તાનના ઇકોનોમિક સર્વેમાં ખુલાસો થયો છે કે દેશમાં ગધેડાની વસતી વધીને 60 લાખ થઈ ગઈ છે. પાકિસ્તાનમાં ગધેડાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા એક વર્ષમાં અહીં ગધેડાની સંખ્યામાં 1 લાખનો વધારો થયો છે. આ પછી ગધેડાની સંખ્યા 57 લાખથી વધીને 58 લાખ થઈ ગઈ છે.

આ પણ વાંચો: World Bankએ પાકિસ્તાનને આ પ્રોજેક્ટ માટે આપી મોટી લોન

પાકિસ્તાનના નાણા પ્રધાન મુહમ્મદ ઔરંગઝેબે દેશનો આર્થિક સર્વે 2023-24 રજૂ કર્યો છે. જેમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાનની સામાજિક-આર્થિક સિદ્ધિઓની વિસ્તૃત વિગતો આપવામાં આવી છે. આર્થિક સર્વેક્ષણમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાન નાણાકીય વર્ષ 2023-24 માટે વિકાસ લક્ષ્યાંકને ચૂકી ગયું અને 3.5 ટકાના લક્ષ્યાંક સામે 2.38 ટકા જીડીપી વૃદ્ધિ હાંસલ કરી. આ મુખ્યત્વે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોના નબળા પ્રદર્શનને કારણે હતું, પરંતુ કૃષિએ દરેક અન્ય ક્ષેત્રને પાછળ રાખી દીધું હતું અને 6.25 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. દરમિયાન ગધેડાની વસ્તી અંગે એકત્ર કરવામાં આવેલા ડેટામાં જણાવવામાં આવ્યું છે કે 2019-2020 માં “ગધેડા” ની સંખ્યા 55 લાખ હતી. આ સંખ્યા 2020-21માં 56 લાખ, 2021-22માં 57 લાખ અને 2022-23માં 58 લાખ હતી, જ્યારે 2023-24માં તે વધીને 59 લાખ થઈ ગઈ છે.

આ પણ વાંચો: Taiwan ના રાષ્ટ્રપતિ અને PM Modi ના સંવાદથી ચીન નારાજ, અમેરિકાએ સમર્થન આપ્યું

જોકે, ગધેડાઓની વધતી વસ્તી પાછળનું મુખ્ય કારણ ચીન હોવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે અગાઉ ચીને પાકિસ્તાનને ગધેડા સપ્લાય કરવા કહ્યું હતું. ચીનમાં ગધેડાની ખૂબ માંગ છે, જેના કારણે ચીને ઘણી વખત પાકિસ્તાનને ગધેડાની સપ્લાય વધારવા માટે કહ્યું છે.

ગધેડાની ચામડીમાંથી જિલેટીન નીકળે છે. આ જિલેટીનનો ઉપયોગ પરંપરાગત ચાઇનીઝ દવા બનાવવામાં થાય છે. જિલેટીન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ માટે ગધેડાને મારીને પછી તેમની ચામડી ઉકાળવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…