ઇઝરાયલે ગાઝામાં ફરી શાળા પર મિસાઈલ હુમલો કર્યો, બાળકો અને મહિલાઓ સહીત ૩0ના મોત
આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ઇઝરાયેલ ગાઝા પટ્ટી(Israel attack on Gaza)માં સતત હુમલાઓ કરી રહ્યું છે, એક અહેવાલ મુજબ યુનાઈટેડ નેશન્સના વોર ચાર્ટર હેઠળ શાળાઓ અને હોસ્પિટલોને સંરક્ષણ આપવમાં આવ્યું હોવા છતાં, ઇઝરાયલ સતત શાળાઓ અને હોસ્પિટલોને નિશાન બનાવી રહ્યું છે. ઈઝરાયેલ ખાન યુનિસ નજીક આવેલી અલ-અવદા સ્કૂલ (Al-Awda school)માં પર મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં 30 લોકો માર્યા ગયા છે.
પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝામાં ખાન યુનિસની પૂર્વમાં અબાસન શહેરમાં શાળામાં રહેતા વિસ્થાપિત પરિવારોના તંબુઓ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૩૦ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
ઇઝરાયેલી ટેન્કોએ ગાઝા સિટીમાં આગળ વધતાં તીવ્ર તોપમારો અને ગોળીબાર કર્યો હતો, જેના કારણે હજારો રહેવાસીઓને ઘર છોડી જવાની ફરજ પડી હતી. ઇઝરાયેલે મંગળવારે આ આક્રમક હુમલો કર્યો હતો, તેનાથી યુદ્ધવિરામ વાટાઘાટો જોખમમાં મુકાઈ શકે છે.
રહેવાસીઓએ જણાવ્યું હતું કે ગાઝા શહેરના તેલ અલ-હવા, શેજૈયા અને સાબ્રા વિસ્તારોમાં ઇઝરાયેલી ટેન્કોએ શેરીઓ અને ઇમારતો પર તોપગોળા છોડ્યા અને ગોળીબાર કર્યો હતો, જેના કારણે લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. આ પછી, ઇઝરાયેલી સેનાએ સોશિયલ મીડિયા પર પૂર્વ અને પશ્ચિમ ગાઝા શહેરના ઘણા વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો
અલ-અવદા સ્કૂલ પર ઈઝરાયેલના હુમલાનો વિડીયો x પર શેર કરતા યુએસ કોંગ્રેસના મહિલા સાંસદ રશીદા તલાઈબે ઈઝરાયેલ પર “નરસંહાર”( Genocide)નો આરોપ મૂક્યો છે.
રશીદા તલાઈબે લખ્યું કે આ ધ્રુણાસ્પદ છે, કે કેવી રીતે ઇઝરાયેલની સરકાર ઇરાદાપૂર્વક પેલેસ્ટિનિયન નાગરિકોને વારંવાર લક્ષ્ય બનાવી રહી, જ્યારે વિશ્વના નેતાઓ ફક્ત જોઈ રહ્યા છે અને બિલકુલ કશું બોલતા નથી. કેટલાક તેને ગર્વથી (ઇઝરાયલને)ભંડોળ પણ આપે છે. આ નરસંહાર છે. નાગરિકોને આ રીતે નિશાન બનાવવું એ યવોર ક્રાઈમ છે. ICC (ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ) ધરપકડ વોરંટ ક્યાં છે?
વધુમાં, મધ્ય ગાઝામાં નુસીરાત શરણાર્થી શિબિરમાં એક ઘર પર ઇઝરાયેલી સૈન્યના હુમલામાં છ બાળકો સહિત આઠ લોકો માર્યા ગયા છે.