શું પોલીસને કોઈ પુરાવા નહીં મળ્યા? ગાયત્રી જોશી ઈટલીમાં અકસ્માત બાદ પતિ સાથે મુંબઈ પરત ફરી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

શું પોલીસને કોઈ પુરાવા નહીં મળ્યા? ગાયત્રી જોશી ઈટલીમાં અકસ્માત બાદ પતિ સાથે મુંબઈ પરત ફરી

ભૂતપૂર્વ અભિનેત્રી ગાયત્રી જોશી અને તેના બિઝનેસમેન પતિ વિકાસ ઓબેરોય ઈટલીમાં કાર અકસ્માત બાદ મુંબઈ પરત ફર્યા છે. ઓબેરોય રિયલ્ટીએ એક નિવેદન જારી કરીને માહિતી આપી હતી કે બંને સુરક્ષિત છે.

ઓબેરોય રિયલ્ટીએ એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કંપનીએ કહ્યું- “અમારા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિકાસ ઓબેરોય અને તેમની પત્ની ગાયત્રી ઓબેરોય 2 ઓક્ટોબર, 2023ના રોજ ઇટાલીના સાર્દિનિયામાં અકસ્માતનો ભોગ બન્યા હતા. ભગવાનની કૃપાથી બંને સુરક્ષિત છે અને મુંબઈ પરત ફર્યા છે.

ગાયત્રી તેના પતિ સાથે વેકેશન પર ઈટલી ગઈ હતી. ત્યા તેઓ વાહનોની રેસીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કાર લેમ્બોર્ગિની ફેરારી અને કેમ્પર વાન સાથે અથડાઈ હતી. અહેવાલો અનુસાર, લેમ્બોર્ગિની અને ફેરારી એક સાથે કેમ્પર વાનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે વાન પલટી ગઈ હતી. આ પછી ફેરારીમાં આગ લાગી ગઇ હતી અને અંદર બેઠેલા કપલનું મૃત્યુ થયું હતું.

સંબંધિત લેખો

Back to top button