ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

G-7 મીટિંગમાં ભટકી ગયા જો બાઇડન, ઇટાલિયન પીએમે માર્ગદર્શન કર્યું

અમેરિકન પ્રમુખ જો બાઇડેન G-7 સમિટ માટે ઇટાલીમાં છે. તેમનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બાઇડેન ભટકતા જોઈ શકાય છે, જેમને ઇટાલિયન વડાપ્રધાન મિલોની માર્ગદર્શન આપીને ફોટા માટે ફ્રેમમાં પાછા લાવી રહ્યા છે. પછી બંને નેતાઓએ ફોટો-ઓપ માટે પોઝ આપે છે. અમેરિકામાં પ્રમુખ પદની ચૂંટણી પહેલા આવા વીડિયો બાઇડેન અને તેમની પાર્ટી માટે મુશ્કેલી વધારી શકે છે.

મેલોની અને જો બાઇડન ઉપરાંત બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેન અને ઘણા અગ્રણી નેતાઓ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થયો હતો અને તેણે ચર્ચાને વેગ આપ્યો હતો. એક સોશિયલ મીડિયા યુઝરે આ વાયરલ વીડિયો શેર કરતા બાઇડેન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઘણા લોકો બાઇડેનના વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, ‘શું તમે કલ્પના કરી શકો છો કે બાઇડેને વિશ્વના નેતાઓની સામે શું કર્યું? કેટલું શરમજનક! વળી એક યુઝરે લખ્યું હતું, ‘ભગવાન મહેરબાની કરીને અમેરિકાને મદદ કરો. બાઇડેન ક્યાં સુધી તેમના દેશને શરમાવતા રહેશે?’ અન્ય એક યુઝરે લખ્યું હતું કે, મને નથી લાગતું કે બાઇડેન પાસે ચૂંટણી લડવાની કોઈ તક છે. ડેમોક્રેટ ખરાબ સ્થિતિમાં છે અને તેના માટે તેઓ પોતે જ દોષી છે.’ જોકે, વ્હાઈટ હાઉસના સિનિયર ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી એન્ડ્ર્યુ બેટ્સે બાઇડેનનો બચાવ કર્યો હતો.

G-7 સમિટમાં બાઇડેને કરેલી આવી હરકત કંઇ પ્રથમ નથી. આવી જ એક વિચિત્ર હરકત તેઓ ઇટાલિયન વડાપ્રધાન મિલોની સાથે કરતા જોવા મળ્યા હતા. નહોતી. G-7 સમિટના અન્ય એક વાયરલ વીડિયોમાં જોવા મળ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ સ્ટેજની બહાર જતા પહેલા મેલોનીને અજીબ રીતે સલામ કરતા હતા.

નોંધનીય છે કે જો બાઇડેન 81 વર્ષના છે. તેમના સ્વાસ્થ્ય અને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, તેથી તે જોવાનું હવે રસપ્રદ રહેશે કે તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બને છે કે નહીં.

G-7 દેશોમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જેવા દેશોનો સમાવેશ થાય છે. 13 થી 15 જૂન સુધી ચાલનારી ત્રણ દિવસ સમિટમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચ્યા છે. જો બાઇડેન સાથે તેમની મુલાકાતની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button