ઇન્ટરનેશનલ

બે મિનિટની Google Meetમાં કંપનીએ સમગ્ર સ્ટાફની છટણી કરી!

થોડા સમય પહેલા એક કંપનીએ ઝૂમ કોલ પર તેના કર્મચારીઓને કાઢી મૂક્યાના સમાચાર આવ્યા હતા. આ સમાચાર સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા હતા. હવે બીજી કંપનીએ પણ આમ કર્યું છે. જોકે, ફરક માત્ર એટલો છે કે કંપનીએ એના સમગ્ર સ્ટાફની છૂટ્ટી કરી દીધી છે. કંપનીએ તેના સમગ્ર સ્ટાફને માત્ર બે મિનિટની Google Meetમાં કાઢી મૂક્યો છે.

કંપનીના આ નિર્ણયને કારણે તેના તમામ 200 કર્મચારીઓએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. તેમાં કંપનીના ફુલ ટાઈમ કર્મચારીઓ, પાર્ટ ટાઈમ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. નોકરી ગુમાવનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કંપનીની શરૂઆત વર્ષ 2017માં કરવામાં આવી હતી અને આ કંપની અમેરિકામાં 1000થી વધુ ફર્નિશ્ડ એપાર્ટમેન્ટનું સંચાલન કરે છે.


કંપનીએ રોકાણકારો પાસેથી લગભગ બે કરોડ 60 મિલિયન ડોલરનું રોકાણ લીધું હતું. આ કંપનીના રોકાણકારોમાં અનેક જાણીતી કંપનીઓનો સમાવેશ થાય છે. કંપની વધુ રોકાણ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તેમાં સફળતા મળી ન હતી. એવું માનવામાં આવે છે કે મૂડીની અછતને કારણે કંપનીએ તેના સ્ટાફને છટણી કરવાનો નિર્ણય કર્યો.

નાદારીની કગાર પર કંપની મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્ટાફની છટણી કરનારી કંપની એક સ્ટાર્ટઅપ બિઝનેસ મોડલ કંપની છે, જે એપાર્ટમેન્ટ ભાડે આપવાનું કામ કરે છે. કંપની 30 થી વધુ બજારોમાં કાર્ય કરે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કંપની વધતા ખર્ચ અને માંગમાં ભારે વધઘટને કારણે પડકારોનો સામનો કરી રહી છે. કંપનીના સીઈઓએ ગૂગલ મીટ કોલ દરમિયાન જણાવ્યું હતું કે કંપની સ્ટેટ રીસીવરશિપ માટે અરજી કરી રહી છે. અમેરિકામાં આ પ્રક્રિયા નાદારીની વૈકલ્પિક વ્યવસ્થા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button