Kuwait માં જીવ ગુમાવનારામાં એન્જિનિયરથી લઈને ડ્રાયવર, પરિજનોનું હૈયાફાટ રુદન
નવી દિલ્હી : કુવૈતના(Kuwait)મંગાફ વિસ્તારમાં ગુરુવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ(Fire) લાગી હતી. આ આગમાં 49 લોકોના મૃત્યુ થયા હતા. જેમાંથી 45 ભારતીય કામદારો હતા. અકસ્માતમાં 49 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આગની ઘટનામાં જીવ ગુમાવનારા 45 ભારતીય કામદારોના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યા છે. પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે ભારત પરત લાવવામાં આવ્યા છે.
પરિવારના સભ્યોના રડી રડીને ખરાબ હાલત
આ બિલ્ડિંગમાં લાગેલી આગમાં અને ઘરોના દિપક બુઝાયા છે. જેના પગલે પરિવારના સભ્યોના રડી રડીને હાલત ખરાબ થઈ છે. પરિવારના સભ્યના પાર્થિવ દેહને જોઇને શોકમાં ડૂબી ગયા છે. તેમજ માર્યા ગયેલામાં કેટલાક એન્જિનિયર, ડ્રાઈવર, સુપરવાઈઝર અને અન્ય ક્ષેત્રોમાં કામ કરતા લોકો હતા. જે તેમના પરિવારને ટેકો આપતા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 23 લોકો કેરળના છે. તેની બાદ તમિલનાડુમાંથી સાત, આંધ્રપ્રદેશમાંથી ત્રણ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાંથી બે-બે અને બંગાળ, બિહાર, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને હરિયાણામાં એક-એકનું મોત થયું છે.
બિલ્ડિંગમાં આગ લાગવાને કારણે 49 કામદારોના મોત થયા
દક્ષિણ કુવૈતના મંગાફ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 49 કામદારો મજૂરો માર્યા ગયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા. કુવૈતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ ફહદ અલ-યુસેફ અલ-સબાહે જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ 48 મૃતદેહોની ઓળખ કરી છે, જેમાં 45 ભારતીયો અને ત્રણ ફિલિપિનોનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું હતું કે બાકીના એક મૃતદેહને ઓળખવાના પ્રયાસો હજુ ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં જીવ ગુમાવનારા મોટાભાગના ભારતીય કેરળના હતા. આ અકસ્માતમાં કેરળના 23 લોકોએ જીવ ગુમાવ્યા હતા.