ઇન્ટરનેશનલ

ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં ઉલટફેર,કોઈ પાર્ટીને બહુમતી નહીં, લેફ્ટને સૌથી વધુ બેઠકો

પેરીસ: બ્રિટનમાં સત્તા પરિવર્તન બાદ યુરોપના વધુ એક શક્તિશાળી દેશ ફ્રાંસના રાજકારણમાં પણ મોટો ઉલટફેર થયો છે. ફ્રાન્સની સંસદીય ચૂંટણી(France parliamentary election)માં કોઈ પક્ષને બહુમતી મળી નથી, જોકે ડાબેરી ગઠબંધન(Left Coalition)ને સૌથી વધુ બેઠકો મળી છે. રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટી બીજા સ્થાને છે. મજબૂત ગણાતી જમણેરી પાર્ટી ( Right national rally) ત્રીજા સ્થાને રહી છે. ફ્રાન્સની સંસદમાં, જેને એસેમ્બલી નેશનલે કહેવામાં આવે છે, તેમાં કુલ 577 પ્રતિનિધિઓ હોય છે, પૂર્ણ બહુમતી માટે 289 બેઠકો જરૂરી છે.

એક પણ ગઠબંધનને બહુમતી ન મળવાને કારણે ફ્રાન્સ રાજકીય અને આર્થિક ઉથલપાથલમાં ધકેલાઈ શકે છે. આ ચૂંટણીમાં જમણેરી પક્ષને બહુમતી મળવાની અપેક્ષા હતી, પરંતુ તેમ થયું નહીં. ડાબેરી પક્ષે અત્યંત જમણેરી પક્ષની આશાઓ પર પાણી ફેરવી દીધું.

9 જૂનના રોજ, ફ્રાંસના રાષ્ટ્રપતિએ સંસદીય ચૂંટણીની જાહેરાત કરી. પ્રથમ રાઉન્ડના મતદાનમાં જમણેરીઓ માટે મોટી સફળતાના સંકેતો હતા. જમણેરી પક્ષના નેતા મેરી લે પેનને પૂર્ણ બહુમતી સરકારની અપેક્ષા હતી. પરંતુ હવે ત્રિશંકુ સરકાર રચાતી જોવા મળી રહી છે.

મેક્રોનનો કાર્યકાળ 2027 સુધીનો છે, પરંતુ આ સંસદીય ચૂંટણી પરિણામોએ તેમના પર દબાણ વધારી દીધું છે.

ફ્રાન્સના વડા પ્રધાન ગેબ્રિયલ એટલે કહ્યું કે તેઓ સોમવારે રાષ્ટ્રપતિ મેક્રોનને પોતાનું રાજીનામું ઓફર કરશે કારણ કે તેમની પાર્ટી સંસદીય ચૂંટણીમાં બહુમતી જીતવામાં નિષ્ફળ રહી છે. પરંતુ તેમણે ઉમેર્યું હતું કે, જો તેમનું રાજીનામું નકારવામાં આવે, તો તેઓ “જ્યાં સુધી ફરજ પર રહેવાની જરૂર રહેશે ત્યાં સુધી” પદ પર રહેવા તૈયાર છે.

ત્રણ અઠવાડિયા કરતાં ઓછા સમયમાં પેરિસ ઓલિમ્પિક્સ શરૂ થવાની છે, જ્યારે વિશ્વની નજર ફ્રાંસ પર છે, ત્યારે દેશ સ્થાનિક અસ્થિરતા સાથે ઝઝૂમી રહ્યો છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત