ઈઝરાયલ VS હમાસઃ અમેરિકા, જર્મની પછી હવે ફ્રાન્સના પ્રમુખ પહોંચ્યા આ દેશ

ગાઝા સિટીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને દેશ (ઈઝરાયલ અને પેલેસ્ટાઈન)માં માર્યા જનારાની સંખ્યા 4,200ને પાર થઈ ગઈ છે, ત્યારે દુનિયાભરની મહાસત્તાઓ નેતાઓ ઈઝરાયલ પહોંચી રહ્યા છે. જર્મની, અમેરિકા પછી હવે ફ્રાન્સના પ્રમુખ પણ ઈઝરાયલ પહોંચ્યા છે. જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ઈઝરાયલ પહોંચી ગયા છે, ત્યારે આજે નેતન્યાહુ સાથે મુલાકાત કરશે, ત્યાર પછી અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રો પણ ઈઝરાયલ પહોંચશે.
હમાસના હુમલા સામે આ વૈશ્વિક નેતા એકતા બતાવવા માટે ઈઝરાયલ પહોંચ્યા છે. જર્મીનના ચાન્સેલર સ્કોલ્ઝના સલાહકારે જણાવ્યું છે કે મંગળવારે સાંજે ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુને મળશે. એ જ વખતે ઈઝરાયલના વોર કેબિનેટ સબ્ય બેની ગાન્ટસ પણ સ્કોલ્ઝની સાથે મુલાકાત કરશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈઝરાયલના કટ્ટર સમર્થક છે. સાતમી ઓક્ટોબરે ઈઝરાયલે હમાસ પર હુમલો કર્યો પછી મેક્રોન પણ ઈઝરાયલનું સમર્થન કરે છે. આ હુમલામાં 1,400 ઈઝરાયલના લોકોનાં મોત થયા છે અને હુમલાખોરોએ લગભગ 200 લોકોને બંધક બનાવીને ગાઝા લઈ ગયા છે.
અમેરિકાના પ્રમુખ જો બાઈડેન બુધવારે ઈઝરાયલ પહોંચશે. અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના સંબંધો ઘનિષ્ઠ છે. અમેરિકા શસ્ત્રો લઈને અન્ય જરુરી સામગ્રી પણ ઈઝરાયલને પૂરી પાડી છે. ત્યારે ઈઝરાયલ પહોંચ્યા પહેલા બાઈડને કહ્યું હતું કે જ્યાં સુધી અમેરિકાનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી ઈઝરાયલ તેની સાથે ઊભું રહેશે.
બાઈડેને એમ પણ કહ્યું હતું કે હમાસના ક્રૂર આતંકવાદી હુમલા સામે એક છે એવું સ્પષ્ટ કરવા માટે ઈઝરાયલ જશે. આ ઉપરાંત, ઈઝરાયલનો પ્રવાસે જશે અને ત્યાં નેતાઓને મળશે અને એ પણ સ્પષ્ટ કરીશ કે હમાસ, પેલેસ્ટાઈનના અધિકાર માટે ઊભું નથી.
દરમિયાન કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગાઝા પટ્ટીમાં માનવીય કોરિડોર ખોલવાનું આહવાન કરતા કહ્યું હતું કે 23 લાખ લોકોને તાત્કાલિક મદદ કરવામાં આવશે. ઈઝરાયલની આર્મી આઈડીએફ લેબનોનમાં હિઝબુલ્લાહની જગ્યાઓ પર હુમલા કરી રહ્યા છે. અહીં એ જણાવવાનું કે ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે મંગળવારે અગિયારમો દિવસ છે. હમાસે ગાઝા પટ્ટીમાં લગભગ 20 મિનિટમાં 5,000 રોકેટનો મારો કર્યો હતો.