ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

France Alert: ફ્રાન્સ પર આતંકવાદી હુમલાની લટકતી તલવાર: નવા વર્ષની ઉજવણી પોલીસ છાવણીમાં ફેરવાશે?

નવી દિલ્હી: ફ્રાન્સમાં વર્ષ 2023માં ઘણાં આતંકવાદી હુમલાઓની ઘટના અને હત્યાના બનાવો બન્યા છે. અને હવે નવા વર્ષની ઉજવણી દરમીયાન પણ ફ્રાન્સ પર આતંકવાદી હુમલાની તલવાર લટકી રહી હોવાને કારણે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. લગભગ 90 હજાર પોલીસ કર્મીઓ સુરક્ષામાં તૈનાત રહેશે. ત્યારે આ વર્ષે નવા વર્ષની ઉજવણી દરમીયાન ફ્રાન્સ પોલીસ છાવણીમાં ફેરવાઇ શકે છે.

ફ્રાન્સના interior minister ગેરાલ્ડ ડર્મૈનિને શુક્રવારે કહ્યું કે, દેશ સામે બહુ મોટા આતંકવાદી હુમલાનું જોખમ તોળાઇ રહ્યું છે. તેથી આ અઠવાડિયામાં નવા વર્ષની ઉજવણી દરમીયાન ફ્રાન્સમાં મોટી સંખ્યામાં પોલીસ અને સૈનિકો તૈનાત કરવામાં આવશે. ડર્મૈનિને કહ્યું કે, આખા ફ્રાન્સમાં લગભગ 90 હજાર પોલીસ કર્મીઓ તેનાત હશે. જેમાંથી 6 હજાર પેરિસમાં હશે. આંતકવાદીઓનો સામનો કરવા માટે બનાવવામાં આવેલ સેંટિનેલમાંથી પણ 5 હજાર સૈનિકો તેનાત હશે.


ગેરાલ્ડ ડર્મૈનિને પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં કહ્યું કે, ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે જે કઇ થઇ રહ્યું છે એને જોતાં બહુ મોટું આતંકવાદી જોખમ તોળાઇ રહ્યું છે. તેથી જ મેં દેશની સુરક્ષા વ્યવસ્થા વધારવાનું નક્કી કર્યું છે. યુરોપના સુરક્ષા અધિકારીઓના મત મુજબ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે કટ્ટરપંથી બનેલા ઇસ્લામવાદીઓ દ્વારા હુમલાનું જોખમ વધી ગયું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ફ્રાન્સની રાજધાની પેરિસમાં આ વર્ષે કેટલાંક આતંકવાદી હત્યાના બનાવો બન્યા છે. ડિસેમ્બર મહિનાની શરુઆતમાં જ પેરિસમાં એક હુમલાખોરે ચાકૂ મારીને એક જર્મન ટુરીસ્ટની હત્યા કરી હતી. આ હુમલો પેરિસમાં એફીલ ટાવર પાસે થયો હતો. પાછળથી ખબર પડી હતી કે હુમલો કરનાર અફઘાનીસ્તાન અને ગાઝામાં મુસલમાનોના મૃત્યુને લઇને ગુસ્સામાં હતો. પોલીસે આ ઘટનાને આતંકવાદી હુમલો કહ્યું હતું. ફ્રાન્સમાં આતંકવાદી હુમલા સતત વધી રહ્યાં છે. ખાસ કરીને ગીર્દીવાળા સ્થળોએ અચામક હુમલો કરીને લોકોમાં ડર ફેલાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.


તેથી ફ્રાન્સ હાલમાં નવા વર્ષની ઉજવણીને લઇને ખૂબ સતર્ક છે. કારણ કે આ જએ સમયે છે જ્યારે નવા વર્ષની ઉજવણી માટે દેશ-વિદેશથી લોકોની ભીડ જામશે. તેથી આવા સમયે કોઇ મોટી ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગ રુપે ફ્રાન્સ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button