ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

303 ભારતીયોને લઇ જઇ રહેલ વિમાનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું: પેરિસથી દિલ્હી સુધી હોબાળો

લંડન: સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)થી નિકારાગુઆ જઇ રહેલ એક વિમાનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું છે. આ વિમાનમાં 303 ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યાં છે. આ સમાચાર મળતાં જ પેરીસથી લઇને દિલ્હી સુધી હોબાળો મચી ગયો છે. આ અંગે મળતી વિગતો મુજબ વિમાનને માનવ તસ્કરીની શંકા હેઠળ ફ્રાન્સમાં ઉતારવામાં આવ્યું છે. ફ્રાન્સમાં રહેલ ઇન્ડિયન એમ્બેસીએ મુસાફરોનો સંપર્ક થઇ શકે તે માટે કાઉન્સીલર એક્સેસ મેળવી લીધુ છે. તેઓ પરિસ્થિતીની જાણકારી મેળવી રહ્યાં છે. ભારતીય મુસાફરોને કોઇ તકલીફ તો નથી થઇ રહી ને તેની ખાતરી કરવાનો પ્રયાસ પણ ઇન્ડિયન એમ્બેસી દ્વારા થઇ રહ્યો છે.

એક વિદેશી મીડીયા રિપોર્ટ અનુસાર નેશનલ ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન બ્યુરોએ આખી ઘટનાની તપાસ હાથ ધરી છે. પેરીસ પ્રોસીક્યુટર ઓફિસ દ્વારા આપવામાં આવેલ જાણકારી મુજબ તપાસ અધિકારી વિમાનમાં સવાર તમામ મુસાફરોની પૂછ પરછ કરી રહ્યાં છે. જેમાંથી બે શંકાસ્પદ લોકોની વધુ તપાસ માટે અટક કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, રોમાનિયા કંપનીના લીજેંડ એરલાઇન્સનું એ-304 વિમાન ગુરુવારે લેન્ડ થયા બાદ વૈટ્રી એરપોર્ટ પર ઊભુ હતું. પેરિસથી 150 કિલોમીટર પૂર્વમાં આવેલ વૈટ્રી એરપોર્ટ પરથી મોટા ભાગે કમર્શીયલ એરક્રાફ્ટનું સંચાલન થાય છે.


એક મીડિયા હાઉસ દ્વારા પ્રસીદ્ધ સમાચારો મુજબ એક અધિકારીએ જણાવ્યું હતું કે, વિમાનમાં ઇંધણ ભરવાનું હતું. આ વિમાનમાં સવાર 303 ભારતીય નાગરીકો લગભગ સંયુક્ત અરબ અમીરાતમાં કામ કરે છે. ફ્રાન્સ પહોંચ્યા બાદ તમામ મુસાફરોને પહેલાં તો વિમાનમાં જ રોકી રાખ્યા હતાં. ત્યાર બાદ ટર્મીનલ ભવનમાં મોકલવામાં આવ્યા. આખા એરપોર્ટને પોલીસે ઘેરી લીધો છે.


આ અંગે મળતી વધુ વિગતો મુજબ પ્રોસીક્યુટર ઓફિસે કહ્યું છે કે, અમને જાણકારી મળી હતી કે વિમાનમાં મુસાફરી કરી રહેલા લોકો માનવ તસ્કરીનો શિકાર હોઇ શકે છે. આખરે વિમાનમાં સવાર તમામ મુસાફરોને મુખ્ય હોલમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. જ્યાં ગુરુવારે તેમના માટે રહેવા અને સૂવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે એક વિશેષ એજન્સી તપાસ કરી રહી છે. લીજેન્ડ એરલાન્સે હજી સુધી આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત