ફાંસના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી પેરિસ જેલ પહોંચ્યા, પાંચ વર્ષની સજા કાપશે

પેરિસ: ફાંસના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જેમાં તેમની પર લિબિયા પાસેથી લીધેલા નાણાથી વર્ષ 2007ના તેમના ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો હતો. તેમની સામે ગુનાહિત ષડયંત્રનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સજા કાપવા માટે તે પેરિસની જેલ પહોંચ્યા છે. ફ્રાન્સના પ્રથમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે જેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.
ત્ની કાર્લા બ્રુનીનો હાથ પકડીને તેમના ઘરેથી નીકળ્યા
સરકોઝીની પત્ની કાર્લા બ્રુનીનો હાથ પકડીને તેમના ઘરેથી નીકળ્યા અને લા સાન્ટે જેલ પહોંચવા માટે કારમાં બેઠા હતા. જયારે કાર્લા બ્રુનીએ સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા એક નિવેદનમાં કહ્યું હતું એક નિર્દોષ માણસને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યો છે.
ગદ્દાફી પાસેથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભંડોળ લેવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, સરકોઝી પર લિબિયાના સરમુખત્યાર મોહમ્મદ ગદ્દાફી પાસેથી 2007ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભંડોળ લેવાનો આરોપ હતો. જે ગત મહીને સાબિત થયો હતો. તેની બાદ સજા સંભળાવવામાં આવી હતી. તેમજ જેલ જતા પૂર્વે
હું છેલ્લા શ્વાસ સુધી લડીશ
સરકોઝી તેમની પત્ની, બાળકો અને પૌત્રોને મળવા માટે તેમના ઘરેથી નીકળ્યા. તેઓ પેરિસના પોશ વિસ્તારમાં ભેગા થયેલા સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું અને પછી તેમની કારમાં બેસી ગયા હતા. સરકોઝી એક અખબારને કહ્યું, “હું જેલથી ડરતો નથી. હું લા સાન્ટેના દરવાજા સામે પણ મારું માથું ઊંચું રાખીશ. હું છેલ્લા શ્વાસ સુધી લડીશ.
આપણ વાંચો: કાનપુરમાં વિસ્ફોટ: બે સ્કૂટરમાં બ્લાસ્ટ થતા 8 જણ ઘાયલ, ષડયંત્ર કે પછી…
જેલમાં ત્રણ પુસ્તકો સાથે લઈને જશે
જયારે એક અખબારે અહેવાલ આપ્યો કે સરકોઝીએ તેમની સાથે જેલમાં લઈ જવાનો સામાન પેક કર્યો છે. જેમાં કપડાં અને 10 કૌટુંબિક ફોટોગ્રાફ્સ છે. તે પોતાની સાથે ત્રણ પુસ્તકો પણ લઈને જશે. પેરિસ કોર્ટે સરકોઝીને તેમની અપીલ સાંભળવાની રાહ જોયા વિના જેલની સજા ભોગવવાનો આદેશ આપ્યો હતો.