ઇન્ટરનેશનલ

સોનાના ગુંબજવાળી દરગાહમાં દફન થયા ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ Ebrahim Raisi

તેહરાન: હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બનેલા ઈરાનના (Iran) પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીને (Ebrahim Raisi) ગુરુવારે દફન કરવામાં આવ્યા હતા. તેમને સોનાના ગુંબજવાળી દરગાહમાં દફનાવવામાં આવ્યા હતા. આ દરગાહનું નામ ઈમામ રઝા(Imam Raza) દરગાહ છે. તે શિયા ઈસ્લામના પવિત્ર સ્થળોમાંનું એક માનવામાં આવે છે. ઇસ્લામના શિયા સંપ્રદાયના અનુયાયીઓ માટે આ સૌથી મોટી દરગાહ છે. આ દરગાહ સદીઓથી શિયા સમુદાય માટે પવિત્ર માનવામાં આવે છે. આ દરગાહમાં શિયા ઈસ્લામના આઠમા ઈમામ અલી-અલ-રીદાને દફનાવવામાં આવ્યા હતા. ઇસ્લામના પયગંબર સાથે જોડાયેલી એક માન્યતા મુજબ દુ:ખ અથવા પાપથી પીડિત કોઈપણ વ્યક્તિ અહીં આવીને મુક્ત થઈ જાય છે અને તેના પાપોની માફી મેળવે છે.

રઇસી ઈરાનના પ્રથમ નેતા જેમને પવિત્ર દરગાહમાં દફનાવવામાં આવ્યા

રસપ્રદ બાબત એ છે કે, ઈબ્રાહિમ રઇસી ઈરાનના પ્રથમ નેતા છે જેમને આ પવિત્ર દરગાહમાં દફનાવવામાં આવ્યા છે. ઈબ્રાહિમ રઇસી 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી આ દરગાહમાં દફનાવવામાં આવનાર પ્રથમ સરકારી અધિકારી છે. અગાઉ 1978માં ઈરાનના વડાપ્રધાન અસદોલ્લાહ આલમને દફનાવવામાં આવ્યા હતા. તાજેતરમાં, ઈરાનના સૈન્ય કમાન્ડર હસન ફિરોઝાબાદીને 2021 માં આ દરગાહમાં દફનાવવામાં આવ્યા હતા. ઇબ્રાહિમ રઇસીએ પણ આ દરગાહની સંભાળ લીધી હતી. આ દરગાહ અને તેની સાથે સંકળાયેલ ચેરિટી ફાઉન્ડેશનની દેખરેખ માટે વર્ષોથી કેટલાક સમય માટે રઇસીની નિમણૂક કરવામાં આવી હતી. તે દરમિયાન રઇસીએ મસ્જિદની સંભાળ લીધી હતી.

અંતિમ યાત્રામાં 62 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો

ઈબ્રાહિમ રઇસીની અંતિમ યાત્રામાં 62 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ભારત તરફથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હાજર હતા. અંતિમ યાત્રા માટે 30 લાખથી વધુ લોકો આવ્યા હતા. રઇસીના મૃત્યુ પર ઈરાનમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો.આ સિવાય પાકિસ્તાન અને ભારત સહિત અન્ય ઘણા દેશોએ એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો.

ઈબ્રાહિમ રઇસીની સાથે ઈરાનના પૂર્વ વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાનું પણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતને કારણે ઈરાનને ભારે ફટકો પડ્યો છે. આનું કારણ એ છે કે રઇસીને દેશના ટોચના નેતા આયાતુલ્લાહ ખમેનીના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યા હતા. હવે દેશમાં નવા રાષ્ટ્રપતિ માટે 28 જૂને ચૂંટણી યોજાવાની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ