ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને આંચકો, ઢાકાની અદાલતે 10 વર્ષની જેલની સજા ફટકારી

ઢાકા : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને આંચકો લાગ્યો છે. જેમાં બાંગ્લાદેશની એક અદાલતે સરકારી હાઉસિંગ પ્રોજેક્ટમાં જમીન ફાળવણીમાં કથિત ગેરરીતીના બે અલગ અલગ કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારી છે. આ અંગે સ્થાનિક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે ઢાકા સ્પેશિયલ કોર્ટના જજ રબીઉલ આલમે શેખ હસીનાને બે કેસના પાંચ પાંચ વર્ષ કરીને 10 વર્ષની જેલ સજા ફટકારી છે.

શેખ હસીના ઉપરાંત અન્ય લોકોને સજા ફટકારવામાં આવી

આ કેસમાં અદાલતે 78 વર્ષના શેખ હસીના તેમના ભત્રીજા રાદવાન મુજીબ સિદ્દીક, તેમની ભત્રીજીઓ ટ્યુલિપ રીઝવાના સિદ્દીક અને અજમીના સિદ્દીકને સહિત અન્યને પણ સજા ફટકારી છે. આ લોકોને પુર્બોચલના રાજુક ન્યુ ટાઉન પ્રોજેક્ટ અંતર્ગત પ્લોટ ફાળવણીમાં ગેરરીતીના કેસમાં સજા આપવામાં આવી છે. ટ્યુલિપ રીઝવાના સિદ્દીકને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જેમાં બંને કેસમાં બે બે વર્ષની સજા આપવામાં આવી છે. જયારે રાદવાન મુજીબ સિદ્દીક અને અજમીના સિદ્દીકને બે કેસમાં 7-7 વર્ષની જેલની સજા આપવામાં આવી છે.

તમામ આરોપીઓને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

આ કેસમાં એક માત્ર આરોપી મોહમ્મદ ખુર્શીદ આલમ કોર્ટ સામે આત્મ સમપર્ણ કર્યું છે. જેને બંને કેસમાં એક એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.

અદાલતે આ ઉપરાંત તમામ આરોપીઓને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેમજ દંડ ના ભરવા બદલ વધુ છ મહિના વધુ જેલની સજા ભોગવવા આદેશ આપ્યો છે.

ઇન્ટરનેશનલ ક્રિમીનલ ટ્રીબ્યુનલે શેખ હસીનાને મોતની સજા સંભળાવી

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમીનલ ટ્રીબ્યુનલે ગત વર્ષે નવેમ્બરમાં પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને તેમના સહયોગી પૂર્વ ગૃહ મંત્રી અસદુજજમાં ખાન કમાલને સ્ટુડન્ટ વિદ્રોહ દરમિયાન માનવતા વિરુદ્ધ ગુના બદલ મોતની સજા સંભળાવી હતી. શેખ હસીના ગત વર્ષે 5 ઓગસ્ટના રોજ મોટા પાયે વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશથી ભાગીને ભારતમાં આશ્રય લીધો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button