અમેરિકાના ફ્લોરીડાના કસિનોમાંથી 2 બોમ્બ મળી આવતા ખળભળાટ
ટેમ્પા: અમેરિકાના ફ્લોરિડા રાજ્યના એક કસિનોમાંથી બે બોમ્બ (Florida casino bomb) મળી આવતા ખળભળાટ વ્યાપી ગયો હતો. ટેમ્પા શહેર (Tempa City)માં આવેળા હાર્ડ રોક કેસિનોના પરિસરમાં રવિવાર અને સોમવારે છુપાયેલા બે વિસ્ફોટકો મળ્યા પોલીસ તંત્ર દડતું થઇ ગયું હતું.
બોમ્બ મળ્યા બાદ કસિનો ખાલી કરાવવામાં આવ્યું છે અને વધુ તાપસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, સેમિનોલ પોલીસ વિભાગે એક નિવેદનમાં પુષ્ટિ કરી કે બોમ્બને કસિનોથી દુર લઇ જઈને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન, રવિવારે કસિનો પરિસરમાંથી બોમ્બ મળ્યા બાદ કસિનો ખાલી કરી તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યાર બાદ રાત્રે 3 વાગ્યે કસિનો ફરીથી ખોલવામાં આવ્યો હતો. જો કે, કલાકો પછી, સોમવારે 30 સપ્ટેમ્બરના રોજ બપોર પછી કેસિનોના પુરુષોના વોશરૂમમાંથી બીજો બોમ્બ મળી આવ્યો હતો. પોલીસ વિભાગે બીજો બોમ્બ પણ નિષ્ક્રિય કર્યો હતો, વધુ બોમ્બના ડરે કસિનો ખાલી કરાવવા આવ્યો હતો.
સેમિનોલ પોલીસ વિભાગ હવે એફબીઆઈ સાથે તાપસ કરી રહી છે. ટીમ સર્વેલન્સ ફૂટેજની તપાસ કરીને લીડ્સ શોધી રહી છે.
સોમવારે, ફ્લોરિડામાં સેમિનોલ હાર્ડ રોક કેસિનોના તમામ બીઝનેસ ફરી શરુ કરવામાં આવ્યાં હતાં.