દક્ષિણ સુદાનમાં પૂર બન્યું ‘આફત’: નહેરના કિનારાને આશ્રય લેતા નિઃસહાય વિસ્થાપિતો…
અયોદઃ દક્ષિણ સુદાનમાં આ વર્ષનું સૌથી વિનાશક પૂરને કારણે વિસ્થાપતિ લોકો પર મોટી આફત આવી પડી છે. લાંબા શિંગડાવાળા જાનવરો પૂરગ્રસ્ત જમીન પરથી પસાર થાય છે અને નહેરના કિનારે ઢોળાવ પર ચઢી જાય છે. આ નહેર દક્ષિણ સુદાનમાં વિસ્થાપિત પરિવારો માટેનું આશ્રયસ્થાન બની ગઈ છે. જોકે, માટી અને ઘાસના બનેલા ઘરો પાસે છાણા સળગાવવાથી નીકળતો ધુમાડો નીકળી રહ્યો છે, જ્યાં પૂરમાં તેમના ગામ વહી ગયા બાદ હવે હજારો લોકોને રહેવાની નોબત આવી છે.
આ પણ વાંચો : રશિયાના કઝાન શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવો હુમલો, ઈમારતો સાથે ડ્રોન અથડાયા
અનેક ગામ દલદલમાં ફેરવાયા
એક ૭૦ વર્ષીય લાકડીના સહારે ચાલતી મહિલા બિચિઓક હોથ ચુઇની જણાવે છે કે ખૂબ જ દુઃખ છે. મને અહીં સુધી નાવડીમાં ખેંચીને લાવવામાં આવી હતી. રાજધાની જુબાની ઉત્તરમાં જોંગલેઇ રાજ્યમાં પાજીકના નવા સ્થાપિત સમુદાયમાં તે રહે છે. દાયકાઓમાં પ્રથમ વખત પૂરના લીધે તેને ભાગવાની ફરજ પડી હતી. બાંધ બાંધીને તેમના ઘરોને બચાવવાના તેમના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. તેમનું પહેલાનું ગામ ગોરવાઇ હવે દલદલ બની ગયું છે.
આ વર્ષે 3.79 લોકોને કર્યાં વિસ્થાપિત
દક્ષિણ સુદાનમાં આવા પૂર વાર્ષિક આપત્તિ બની રહી છે. જેને વિશ્વ બેંકે આબોહવા પરિવર્તન માટે વિશ્વનો સૌથી સંવેદનશીલ દેશ અને સૌથી ઓછી ક્ષમતાવાળો દેશ ગણાવ્યો છે. યુએન માનવતાવાદી એજન્સીના જણાવ્યા અનુસાર આ વર્ષે પૂરના કારણે ૩૭૯,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. મોસમી પૂર લાંબા સમયથી નાઇલ નદીના પૂરના મેદાનમાં આફ્રિકાના સૌથી મોટા વેટલેન્ડ સુડની આસપાસના પશુપાલકોની જીવનશૈલીનો એક ભાગ રહ્યું છે. પરંતુ ૧૯૬૦ના દાયકાથી દલદલ વધી રહ્યું છે. જેમાં ગામડાઓ ડૂબી રહ્યા છે, ખેતરો બરબાદ થઇ રહ્યા છે અને પશુધન મરી રહ્યું છે.
કેનાલ બની લોકો માટે આશીર્વાદ
ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રુપના વરિષ્ઠ વિશ્લેષક ડેનિયલ ઇકેચ થિયોંગે જણાવ્યું કે જોંગલેઇના ડિંકા, નુઅર અને મુરલે સમુદાયો આ વિસ્તારોમાં પશુપાલન અને ખેતી કરવાની ક્ષમતા ખોઇ રહ્યા છે. પાજિકના સર્વોચ્ચ વડા પીટર કુચાઅ ગેટચાંગ કહે છે કે જો કેનાલ ન હોત તો આ પૂર અમને ક્યાં લઇ જાત એ ખબર નથી. ૩૪૦ કિમી(૨૧૧ માઇલ) લાંબી જોંગલેઇ નહેરની કલ્પના સૌથી પહેલા ૧૯૦૦ના દાયકાની શરૂઆતમાં એંગ્લો-ઇજિપ્તીયનના વસાહતી અધિકારીઓએ ઉત્તરમાં ઇજિપ્ત તરફ નાઇલ નદીના પ્રવાહને વધારવા માટે કરી હતી.
કેડસમા પાણીમાં 6 કલાકની પગપાળા
ગેટચાંગ કહે છે કે પાજિકમાં નવા સમુદાયની અવગણના કરવામાં આવે છે. અમારી પાસે નથી કોઇ શાળા કે નથી ક્લિનિક. જો તમે થોડા દિવસો અહીં રહેશો તો તમને ખ્યાલ આવશે કે અમે અમારા દર્દીઓને સ્ટ્રેચર પર અયોદ શહેર સુધી લઇ જઇએ છીએ. કાઉન્ટી હેડક્વાર્ટર અયોદ સુધી પહોંચવા કેડસમા પાણીમાંથી પસાર થઇને છ કલાકની પગપાળા યાત્રા કરવી પડે છે. પાજિકમાં કોઇ મોબાઇલ નેટવર્ક પણ નથી કે નથી કોઇ સરકારી હાજરી.
આ પણ વાંચો : જર્મનીના મેગ્ડેબર્ગમાં Christmas Market માં કારથી હુમલો, બેના મોત 68 ઘાયલ
સ્થાનિકો ગ્રામીણ સહાય પર છે નિર્ભર
આ ક્ષેત્ર સુદાન પીપલ્સ લિબરેશન મૂવમેન્ટ-ઇન-ઓપોઝિશનના નિયંત્રણ હેઠળ છે. જેની સ્થાપના રાષ્ટ્રપતિ સાલ્વા કીરના હરિફ અને ઉપરાષ્ટ્રપતિ બનેલા રીક મચરે કરી હતી. ગ્રામીણો સહાય પર નિર્ભર છે. તાજેતરમાં સેંકડો મહિલાઓ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ તરફથી આપવામાં આવતી કેટલીક ખાદ્ય સામગ્રી મેળવવા માટે નજીકના એક ખેતરમાં લાંબી કતારમાં ઊભી જોવા મળી હતી.