ઇન્ટરનેશનલ

લંડનના હીથ્રો એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન ઠપ્પ; આ કારણે લેવાયો નિર્ણય

લંડન: હીથ્રો એરપોર્ટને શુક્રવાર મધ્ય રાત્રી સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં (Heathrow Airport shut) આવી છે. ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે એરપોર્ટનેમાં બીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો છે. લંડનનું હીથ્રો એરપોર્ટને વિશ્વનું બીજા ક્રમનું સૌથી વ્યસ્ત ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જે બંધ રહેવાને કારણે હજારો મુસાફરોને અસર થઇ શકે છે.

એરપોર્ટ ઓથોરીટીએ શું કહ્યું?
X પરની એક પોસ્ટમાં, હીથ્રો એરપોર્ટ ઓથોરીટીએ જણાવ્યું કે, “એરપોર્ટને પવાર સપ્લાય કરતા ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાના કારણે, વીજપુરવઠો ઠપ્પ થઈ ગયો છે. અમારા મુસાફરો અને કર્મચારીઓની સલામતી માટે, હીથ્રો 21 માર્ચના રોજ 23:59 સુધી બંધ રહેશે.”

એરપોર્ટ ઓથોરીટીએ કહ્યું, “કામગીરી ફરી શરૂ કરવા અંગે વધુ માહિતી ઉપલબ્ધ થશે ત્યારે અમે અપડેટ આપીશું. અમે જાણીએ છીએ કે આ મુસાફરો માટે તકલીફ પડશે અને અમે ખાતરી આપવા માંગીએ છીએ કે અમે પરિસ્થિતિને ઉકેલવા માટે શક્ય તેટલી મહેનત કરી રહ્યા છીએ.”

હીથ્રો એરપોર્ટ ઓથોરીટીએ મુસાફરોને એરપોર્ટ પર મુસાફરી ન કરવાની અને તેમની ફ્લાઇટ્સ વિશે વધુ માહિતી માટે તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરવાની સલાહ પણ આપી છે.

ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવશે:
સમગ્ર યુરોપભરમાં એર ટ્રાફિક કંટ્રોલની કામગીરી સંભાળતા યુરોકન્ટ્રોલે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે હીથ્રો એરપોર્ટ પર કોઈ પણ ફ્લાઇટને આવવાની મંજૂરી આપવામાં આવી નથી અને આવનારી બધી ફ્લાઇટ્સ માટે ડાયવર્ઝન પ્લાન તૈયાર છે.

અહેવાલ અનુસાર 2024 માં દુબઈ પછી હીથ્રો વિશ્વનું બીજું સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હતું.

આ પણ વાંચો…ચીન પર હુમલાની ફાઈલ હવે ઈલોન મસ્કના હાથમાં? પેન્ટાગોનની મુલાકાત પણ લેશે…

પશ્ચિમ લંડનના હેયસમાં નોર્થ હાઇડ ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં લાગેલી આગને કારણે માત્ર એરપોર્ટ જ નહીં, પરંતુ હજારો ઘરોમાં વીજળી ઠપ્પ થઇ ગઈ છે. લંડન ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ સબસ્ટેશનની અંદર એક ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી.

ટ્રાવેલ ડેટા ફર્મ OAG ને ટાંકીને રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે 2024 માં દુબઈ પછી હીથ્રો વિશ્વનું બીજું સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હતું.

https://twitter.com/i/status/1902914626993430891

લંડનના હીથ્રો એરપોર્ટે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે 21 માર્ચના રોજ મધ્યરાત્રિ સુધી બંધ રહેશે, કારણ કે ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button