ઇન્ટરનેશનલ

Iran ના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબર કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા

Tehran: Iranના સર્વોચ્ચ નેતાએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીના (Ebrahim Raisi) મૃત્યુને પગલે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબરને (Mohammad Mokhbar) દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે. રવિવારના રોજ રાયસીના અવસાન બાદ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખમેનીએ શોક સંદેશ જારી કરતી વખતે આ જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું.

રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર 19 મેની મોડી સાંજે ક્રેશ થયું હતું. તેઓ એક ડેમના ઉદ્ઘાટન માટે અઝરબૈજાન ગયા હતા. આ હેલિકોપ્ટર ગીચ પર્વતીય વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું.

કોણ છે મોહમ્મદ મોખબર ?

મોહમ્મદ મોખબર ડેઝફુલી 8 ઓગસ્ટ 2021 થી ઈરાનના 7મા અને વર્તમાન પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે. તેઓ હાલમાં એક્સપેડિએન્સી ડિસ્ક્રિમિનેશન કાઉન્સિલના સભ્ય પણ છે. તેઓ અગાઉ સિના બેંકના બોર્ડના અધ્યક્ષ અને ખુઝેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર હતા. તેનો જન્મ ઈરાનના ડેઝફુલમાં થયો હતો

પાંચ દિવસના શોકની પણ જાહેરાત

આયાતુલ્લા અલી ખમેનીએ રવિવારે અકસ્માતમાં રાયસીના મૃત્યુ બાદ શેર કરેલા શોક સંદેશમાં આ જાહેરાત કરી હતી. આ હેલિકોપ્ટર સોમવારે ઉત્તર પશ્ચિમ ઈરાનમાં મળી આવ્યું હતું. ખમેનીએ સંદેશમાં પાંચ દિવસના શોકની પણ જાહેરાત કરી હતી. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી, વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન અને અન્ય અધિકારીઓના મૃત્યુ પર ઈરાનના લોકો અને સરકાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

શું તે કોઈનું ષડયંત્ર છે?

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના કાફલામાં કુલ 3 હેલિકોપ્ટર હતા. બે હેલિકોપ્ટર સુરક્ષિત રીતે પહોંચી ગયા, પરંતુ રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર ક્રેશ થયું. ઈરાનના એક વર્ગને આની પાછળ ષડયંત્ર હોવાની શંકા છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે ચર્ચા ચાલી રહી છે. અમેરિકી સેનેટર ચક શૂમરે એક નિવેદનમાં કહ્યું છે કે તેમણે ગુપ્તચર એજન્સીઓ સાથે વાતચીત કરી છે. હજુ સુધી કોઈ ષડયંત્રની શંકા કે તેના કોઈ પુરાવા મળ્યા નથી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ કહ્યું છે કે તે આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

જાણો.. Iran ના રાષ્ટ્રપતિ Ebrahim Raisiનું હેલિકોપ્ટર કેવી રીતે થયું હતું ક્રેશ ? કેમ સેવાઇ રહી છે ષડયંત્રની આશંકા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button