બેંગકોકની હોટેલમાં આગ ફાટી નીકળતા 3 વિદેશીનાં મોત…
બેંગકોકઃ બેંગકોકના લોકપ્રિય પર્યટનસ્થળ ખાઓ સાન રોડ પરની એક હોટેલમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ત્રણ વિદેશીના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ માહિતી થાઇલેન્ડની પોલીસે આપી હતી.
આ પણ વાંચો : Dark December: છ પ્લેનક્રેશની ગોઝારી ઘટનાએ સેંકડોનો જીવ લીધો
પોલીસ કર્નલ સાનોંગ સેંગમનીના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે લાગેલી આગમાં મૃત્યુ પામેલા ત્રણ લોકો વિદેશી પ્રવાસીઓ હતા. એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોના હોસ્પિટલમાં લઇ જવાયા બાદ મૃત્યુ થયા હતા.
પોલીસે જણાવ્યું કે આગ છ માળ ધરાવતી એમ્બર હોટલના પાંચમાં માળે લાગી હતી. ખાઓ સાન રોડ થાઇલેન્ડની રાજધાનીમાં બેકપેકર સ્ટ્રીટ છે. જે તેની વાઇબ્રન્ટ નાઇટલાઇફ માટે પણ જાણીતી છે. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને આગ લાગવા પાછળના કારણોની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : દક્ષિણ કોરિયામાં પ્લેન અકસ્માત માટે કોણ જવાબદાર, જાણો નવી હકીકત?
આગ સમયે હોટેલમાં ૭૫ લોકો રોકાયા હતા. સાત લોકો ઘાયલ થયા હતા, જેમાં બે થાઇ નાગરિક અને પાંચ વિદેશી સામેલ છે. બેંગકોકના ગવર્નર ચેડચાર્ટ સિટ્ટીપંટે આ ઘટના બાદ ખાસ કરીને નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઉજવણીના ભાગરૂપે સમગ્ર શહેરમાં આતશબાજી અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.