ઇન્ટરનેશનલસ્પોર્ટસ
મહિલા ટેનિસ પ્લેયરનું ટૂર્નામેન્ટ દરમ્યાન મૃત્યુ
કરાચી: પાકિસ્તાનના કરાચી શહેરમાં જન્મેલી 17 વર્ષની ટેનિસ ખેલાડી ઝૈનાબ અલી નકવી સોમવારે રાત્રે પાટનગર ઇસ્લામાબાદમાં આઇટીએફ જુનિયર્સ ટૂર્નામેન્ટ રમવા ગઈ હતી ત્યારે સાંજે તેનું મૃત્યુ થયું હતું. તેને હાર્ટ અટૅક આવ્યો હોવાનું મનાય છે.
ઝૈનાબ એ દિવસે સાંજે પ્રૅક્ટિસ સેશન બાદ ડ્રેસિંગ રૂમમાં નહાવા ગઈ ત્યારે તેના પર હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું મનાય છે.
પાકિસ્તાનના ટોચના ટેનિસ ખેલાડી ઐસામ ઉલ હક કુરેશી તેમ જ દેશના ટેનિસ ક્ષેત્રના મોવડીઓએ ઝૈનાબ માટે સોશિયલ મીડિયામાં અંજલિ આપી હતી.
મંગળવારે ઝૈનાબની સ્મૃતિમાં ટૂર્નામેન્ટની મૅચો મુલતવી રખાઈ હતી.