ચીનમાં નાપાસ થયેલા વિદ્યાર્થીએ છરી વડે હુમલો કરી 8 લોકોની હત્યા કરી, 17 ઘાયલ
બેજિંગ: ચીનમાં વુક્સી શહેરમાં એક ભયાનક હત્યાકાંડ (Wuxi knife attack) થયો હતો. શનિવારે સાંજે એક 21 વર્ષીય વિદ્યાર્થીએ છરીના ઘા મારીને 8 લોકોની હત્યા કરી હતી અને 17 લોકોને ઘાયલ કર્યા હતા. પોલીસે જણાવ્યું કે આ હુમલો જિઆંગસુ પ્રાંતના વુક્સી વોકેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટસ એન્ડ ટેક્નોલોજીમાં સાંજે થયો હતો. શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે, હાલમાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
ઘટના સ્થળેથી શંકાસ્પદની ધરપકડ:
પોલીસે શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી છે, 21 વર્ષીય વિદ્યાર્થી ઝુ તરીકે થુઈ છે. પોલીસ અહેવાલ મુજબ ઝુ પરીક્ષામાં નાપાસ થયો હતો અને ગ્રેજ્યુએટ થઇ શક્યો ન હતો. તેના ઇન્ટર્નશિપ પેમેન્ટથી પણ અસંતુષ્ટ હતો. ઝુએ હતાશાને કારણે નિર્દોષ લોકો પર હિંસક હુમલો કર્યો હતો.
આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે, વિડીયોમાં ઘાયલ વ્યક્તિઓ શેરીમાં પડેલા જોઈ શકાય છે, અને રાહદારીઓ તેમની મદદે દોડી આવે છે
એક અઠવાડિયામાં બીજી મોટી ઘટના:
ચીનના દક્ષિણી શહેર ઝુહાઈમાં એક સ્પોર્ટ્સ સેન્ટરની બહાર લોકોના જૂથ પર કાર ચડી જતાં 35 લોકો માર્યા ગયા હતા અને અન્ય 43 લોકો ઘાયલ થયા હતા. ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા આયોજિત ઝુહાઈ એરશોના એક દિવસ પહેલા સોમવારે આ ઘટના બની હતી. ડ્રાઈવરની ઓળખ ફેન તરીકે થઈ હતી.આ અકસ્માત બાદ ફેન કોમામાં જતો રહ્યો હતો.
Alao Read – પાકિસ્તાનમાં સેના કેમ્પ પર આતંકી હુમલો; સાતનાં મોત…
ઑક્ટોબરમાં, બેઇજિંગમાં છરી વડે થયેલા હુમલામાં પાંચ બાળકો ઘાયલ થયા હતા, અને સપ્ટેમ્બરમાં, શાંઘાઈ સુપરમાર્કેટમાં છરી વડે એક શખ્સે ત્રણ લોકોની હત્યા કરી હતી અને 15 અન્યને ઘાયલ કર્યા હતા.