ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ડાઉનઃ કરોડો યુઝર્સે કરી મૂકી કાગારોળ
સેન્ટ લુઈસઃ સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુક ડાઉન થવાના અહેવાલને લઈને કરોડો યૂઝરે ફરિયાદ કરી હતી. આ મુદ્દે અનેક વપરાશર્તાઓએ લોગ આઉટ થઈ જવાની પણ ફરિયાદ કરી હતી. વેબસાઈટ અને એપ્લિકેશનના લોગઈનમાં વપરાશકર્તાઓને તકલીફ થઈ રહી હોવાની ફરિયાદ કરી હતી.
હાલના તબક્કે ફેસબુક ડાઉન અંગે સત્તાવાર સમર્થન મળ્યું નથી, પરંતુ ખામી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકનું સર્વર ડાઉન થયું છે, જેમાં યૂઝર્સ ફેસબુક લોગઈન પણ કરી શકતા નહીં હોવાની ફરિયાદ કરી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ લખ્યું હતું કે ફેસબુક ચાલુ કરતા અચાનક લોગ આઉટ થઈ જવાના હજારો કિસ્સા બન્યા છે, જેને કારણે કરોડો યૂઝર્સે અન્ય પ્લેટફોર્મ પર ફરિયાદ કરી હતી.
ફેસબુક ઠપ થવા મુદ્દે ફેસબુક દ્વારા ક્યારે સંપૂર્ણ ચાલુ થશે એના અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ નવી અપડેટ અંગે ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થવાને કારણે કરોડો યૂઝરે તેના અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફેસબુકડાઉન નામનું ટ્રેન્ડ થવા લાગ્યું હતું, જેમાં યૂઝરે પોતાની ફરિયાદ સાથે રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી હતી.
ડાઉનડિટેક્ટેર અુસાર મેટાની સર્વિસીસ ભારતીય સમય અનુસાર રાતના 9.10 વાગ્યે ઠપ થઈ હતી. મોબાઈલ એપ્લિકેશન સહિત વેબ સર્વિસીસ એક્સેસ થઈ રહી નહોતી. ફેસબુક એપ્લિકેશન પણ કામ કરી રહી નથી. આ ઉપરાંત, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા તરફથી અત્યાર સુધી કોઈ નિવેદન આવ્યું નથી. એવું પણ કહેવાય છે કે કરોડો લોકોનો ડેટા લીક થઈ ગયો છે, જ્યારે એનો ઉકેલ ક્યાં સુધીમાં આવશે એની કોઈ જાણકારી મળી નથી.