ઇન્ટરનેશનલ

ફેલાઇ દુનિયાની ખતરનાક બીમારી, Eye Bleeding Virus ને કારણે આંખોમાંથી લોહી નીકળે છે.

કોરોના મહામારી હજી તો ખતમ નથી થઇ ત્યાં દ. આફ્રિકાના રવાન્ડામાં મારબર્ગ નામનો ખતરનાક વાયરસ ફેલાયો છે. આ વાયરસ “બ્લિડિંગ આઇ” વાયરસ નામે પણ ઓળખાય છે, કારણ કે આ વાયરસથીં સક્રમિત લોકોની આંખમાંથી લોહી નીકળવા માંડે છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે અને સેંકડો અન્ય લોકોને ચેપ લાગ્યો છે.

છેલ્લા બે મહિનામાં આ વાયરસ 17 દેશોમાં ફેલાઇ ગયો છે, જેમાં રવાંડા, બુરુન્ડી, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, કોંગો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ગેબોન, કેન્યા, યુગાન્ડા, બોલિવિયા ઉપરાંત બ્રાઝિલ, કોલંબિયા, ક્યુબા, ડોમિનિકન રિપબ્લિક, એક્વાડોર, ગયાના, પનામા અને પેરુ જેવા દેશોનો સમાવેશ થાય છે યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી દ્વારા સંચાલિત ટ્રાવેલ હેલ્થ પ્રો દ્વારા આ દેશોમાં મુસાફરી કરતા લોકોને વધારાની તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

ટ્રાવેલ એડવાઈઝરીમાં મારબર્ગ ઉપરાંત ક્લેડ 1 અને ઓરોપૌચે તાવ સામે પણ ચેતવણી આપવામાં આવી છે. આ બંને પણ ગંભીર ચેપી રોગ છે, જે ઉપરોક્ત દેશોમાં ફેલાયેલા છે.

મારબર્ગ વાયરસ શું છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) જણાવે છે કે મારબર્ગ વાયરસ ઇબોલા વાયરસ પરિવાર સાથે સંબંધિત છે. આ વાયરસ લોકોની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે અને આંતરિક રક્તસ્રાવની સ્થિતિનું કારણ બની શકે છે. આ એક ઝૂનોટિક વાયરસ છે, એટલે કે તે પ્રાણીમાંથી માનવીઓમાં ફેલાય છે. આ વાયરસ ચામાચીડિયામાંથી જ ફેલાય છે. તેના લોહી, પેશાબ અથવા લાળના સંપર્ક દ્વારા મનુષ્યોમાં ફેલાય છે. આ વાયરસ ખૂબ જ ખતરનાક છે અને તેનાથી ચેપ લાગવાથી ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે.

આ રોગના લક્ષણોમાં ખૂબ તાવ, સ્નાયુમાં દુખાવો, પેટમાં દુખાવો, આંખોમાંથી રક્તસ્ત્રાવ, ઓર્ગન ફેલ્યોર, ચક્કર, ઉલટી

પ્રકાશ સંવેદનશીલતા વગેરેનો સમાવેશ થાય છે. જો વાયરસનું સંક્રમણ વધુ વધે તો તેનાથી અચાનક વજન ઘટવું, નાક, આંખ, મોં કે યોનિમાંથી લોહી નીકળવું અને માનસિક મૂંઝવણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ વાયરસ સૌપ્રથમ 1961માં જર્મનીના ફ્રેન્કફર્ટમાં જોવા મળ્યો હતો.

મારબર્ગ વાયરસની કોઇ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. દર્દીના રોગના લક્ષણ પ્રમાણે તેને દવા આપવામાં આવે છે. આ વાયરસ માટે હજુ સુધી કોઈ રસી ઉપલબ્ધ નથી, પરંતુ રસી બનાવવાની પ્રક્રિયા પ્રારંભિક તબક્કામાં છે. તેથી જો કોઇ વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત થાય છે, તો તેની સ્થિતિ ગંભીર બની શકે છે.

ચેપગ્રસ્ત લોકોના સંપર્ક દ્વારા આ વાયરસ ફેલાતો હોવાથઈ નિષ્ણાંતો અને ડૉક્ટરો સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાની સલાહ આપે છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ અને વારંવાર હાથ ધોવાથી અને સાવચેતી રાખવાથી આ વાયરસથી બચી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button