નવા વર્ષ પૂર્વે યુરોસ્ટારે લંડન યુરોપ વચ્ચેની ટ્રેન સેવા રદ કરી, મુસાફરો પરેશાન

લંડન: યુરોસ્ટારે મંગળવારે ટનલમાં વિક્ષેપના કારણે ટ્રેન યાત્રીઓને મુસાફરી મોકૂફ રાખવા વિનંતી કરી છે. તેમજ લંડન યુરોપ વચ્ચેની ટ્રેન સેવા રદ કરી છે. ઓપરેટરે જણાવ્યું હતું કે ટ્રેનમાં વીજળી પુરવઠાના પ્રશ્નો અને લે શટલ ટ્રેનની નિષ્ફળતાને કારણે ટ્રેન રદ અને મોડી પડી રહી છે. યુરો સ્ટારે જણાવ્યું હતું કે જેના લીધે પેરિસ, બ્રસેલ્સ, એમ્સ્ટરડેમ અને ડિઝનીલેન્ડની મુસાફરીને અસર થશે.
ફરી શરૂ કરવા માટે કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી
ઓપરેટરે મુસાફરોને તેમની મુસાફરી મોકૂફ રાખવા અથવા રિફંડ મેળવવા જણાવ્યું છે. જોકે સેવાઓ ફરી શરૂ કરવા માટે કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી. ઓપરેટરે જણાવ્યું હતું કે વિલંબ અને રદ થવાનું કારણ વીજળી પુરવઠાનો પ્રશ્ન અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે વાહનોનું પરિવહન કરતી લે શટલ ટ્રેનની નિષ્ફળતા છે.
મુસાફરોની સંખ્યા જાહેર કરવાનો ઇનકાર
યુરોસ્ટારે બધા મુસાફરોને તેમની મુસાફરી પછીની તારીખ સુધી મુલતવી રાખવાની સલાહ આપીએ છીએ. તેમજ કહ્યું છે કે જો તમારી પાસે મુસાફરી માટે ટિકિટ હોય તો જ સ્ટેશન પર આવો. યુરોસ્ટારે કહ્યું છે કે આ પરેશાની નવા વર્ષની પૂર્વ સંધ્યાએ વ્યસ્ત રજાઓ દરમિયાન આવી છે.
યુરોસ્ટારની વેબસાઇટ પરના એક નિવેદન અનુસાર કંપનીએ મુસાફરોને વિલંબ વિશે ચેતવણી આપી છે પરંતુ સેવાઓ ફરી શરૂ કરવા માટે હજુ સુધી કોઈ સમય આપ્યો નથી. કંપનીના પ્રવક્તાએ આ મુશ્કેલીના લીધે પ્રભાવિત મુસાફરોની સંખ્યા જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.FOCUS : લંડન યુરોપ વચ્ચેની ટ્રેન સેવા રદ



