ઇન્ટરનેશનલ
AIને હરાવીને 13 વર્ષનો છોકરો બન્યો Tetris Gameનો વિજેતા
લોસ એન્જેલસઃ અમેરિકાનો ટીનએજર વિલિસ ગિબ્સન Tetris ગેમને હરાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે. Tetris એ AI આધારિત ગેમ છે. Tetris ગેમ સૌપ્રથમ 1984 માં રજૂ કરવામાં આવી હતી. આ ગેમ ઘણી લોકપ્રિય બની છે. ભારત સહિત અનેક દેશમાં આ ગેમ રમવામાં આવે છે. આ ગેમમાં સાત અલગ અલગ રંગ અને આકારના બ્લોક્સ હોય છે, જેને નિશ્ચિત સમય મર્યાદામાં ફેરવવા અને જોડવાનો પડકાર હોય છે. આ ગેમમાં હાથ, આંખ, મગજનું સંકલન સાધીને ઝડપથી બ્લોક્સ જોડવાના હોય છે.
વિલિસ ગિબ્સન જ્યારે આ ગેમ રમી રહ્યો હતો ત્યારે તે તેની સોશિયલ મીડિયા પર સ્ટ્રીમિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે AI આધારિત આ કમ્પ્યુટર ગેમને માત આપી હતી અને આટલી નાની ઉંમરમાં Tetris જેવી મુશ્કેલ ગેમને હરાવી વિજેતા બન્યો હતો.