ઇન્ટરનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

Emergency at ISS: સુનિતા વિલિયમ્સને સ્ટારલાઇનરના કેપ્સ્યુલમાં આશ્રય લેવાની ફરજ પડી

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર હાલ કટોકટી સર્જાઈ છે, નાસા(NASA) તરફથી ISS ગયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ(Sunita Williams) અને બૂચ વિલ્મોર(Butch Wilmore) મુશ્કેલીમાં ફસાયા છે, હાલ બંનેને બોઇંગના સ્ટારલાઇનર(Starliner) અવકાશયાનમાં ઈમરજન્સી શેલ્ટર લેવાની ફરજ પડી હતી. અવકાશના ફરી રહેલા કાટમાળથી ISSને નુકશાન પહોંચવાની શક્યતાને કારણે ઇમરજન્સી ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો.

નાસાને સ્પેસ સ્ટેશનની નજીકની ઊંચાઈએ સેટેલાઇટ તૂટી પડવાની જાણ કરવામાં આવી, ત્યાર બાદ ઇમરજન્સી ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે.

સાવચેતીના પગલા તરીકે, મિશન કંટ્રોલે તમામ ક્રૂ સભ્યોને તેમના સંબંધિત અવકાશયાનમાં આશ્રય લેવાની સૂચના આપી હતી. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર, જેઓ 5 જૂનથી ISS પર સવાર હતા, તેમને સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં આશરો લેવાની ફરજ પડી હતી.

અવકાશયાત્રીઓ શેલ્ટરમાં હતા ત્યારે લગભગ એક કલાક સુધી, મિશન કંટ્રોલે કાટમાળના ભ્રમણ માર્ગનું નજીકથી નિરીક્ષણ કર્યું. ખતરાની સંભાવના ખતમ થઇ જતા, ક્રૂને તેમના અવકાશયાનમાંથી બહાર નીકળવા અને સ્ટેશન પર સામાન્ય કામગીરી ફરી શરૂ કરવા માટે સ્પષ્ટતા આપવામાં આવી હતી.

આ ઘટનાને કારણે અવકાશમાં ફરી રહેલા તૂટી પડેલા સેટેલાઈટમાં કાટમાળનાની સમસ્યા અને ભ્રમણકક્ષામાં કામગીરી દરમિયાન સલામતી પ્રોટોકોલ અંગે ચર્ચા શરુ થઇ છે. કટોકટીની પરિસ્થિતિઓમાં સ્ટારલાઇનરનો સંભવિત લાઇફબોટ તરીકે ઉપયોગ કરવાની ક્ષમતા અંગે પણ જાણ થઇ છે.

સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર નિર્ધારિત સમય કરતા વધુ રોકાણ કરી ચુક્યા છે, પૃથ્વી પર પરત ફરવા માટેના સ્ટારલાઇનર અવકાશયાનમાં તકનીકી સમસ્યાઓ ઉભી થઇ છે.

યોજના મુજબ 8-દિવસના મિશન માટે ગયેલા બંને અવકાશયાત્રીઓ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી અવકાશમાં છે. નાસા અને બોઇંગ હિલીયમ લીક અને થ્રસ્ટર સમસ્યાઓને ઉકેલવા માટે કામ કરી રહ્યા છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો