ઈલોન મસ્કનું Grok ચેટબોટ હિન્દીમાં અપશબ્દો સાથે જવાબ આપી રહ્યું છે? IT મંત્રાલયે એક્સનો સંપર્ક કર્યો

નવી દિલ્હી: ઈલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ(AI) ગ્રોક (Grok) હાલ ભારતમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગ્રોક ભાજપ, વડાપ્રધાન મોદી, કેન્દ્ર સરકાર અને RSS અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કરી રહ્યું છે. એવામાં કેન્દ્ર સરકારે ગ્રોક મામલે Xનો સંપર્ક કર્યો છે.

અહેવાલ મુજબ ગ્રોક હિન્દી ભાષાના વાંધાજનક શબ્દો અને અપશબ્દોનો ઉપયોગ કરીને યુઝર્સને ઉશ્કેરણીજનક જવાબ આપી રહ્યું છે, તાજેતરમાં મળેલા આવા અહેવાલો અંગે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી મીનીસ્ટ્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X સાથે સંપર્કમાં છે.
આ પણ વાંચો…સુનિતા વિલિયમ્સના પતિ કોણ છે અને શું કરે છે, જાણો લવસ્ટોરી?
ગ્રોકને એક પાવરફુલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ તરીકે જોવામાં આવી રહ્યું છે, તાજેતરમાં યુઝર્સે પુછેલા પ્રશ્નોના જવાબ હિન્દી ભાષાના અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ગ્રોક કથિત અપશબ્દોના ઉપયોગ કેમ કરી રહ્યું છે તેના પરિબળોની તપાસ કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે ” આવું કેમ થઈ રહ્યું છે અને સમસ્યા શું છે તે જાણવા માટે અમે તેમની (X) સાથે વાત કરી રહ્યા છીએ.”
વિવાદ ક્યાંથી શરુ થયો?
X યુઝર Tokaના હેન્ડલ પરથી ગ્રોકને પૂછવામાં આવ્યું કે, “હેય @grok, મારા 10 બેસ્ટ મ્યુચ્યુઅલ કોણ છે?” થોડા સમય માટે જવાબ ન મળ્યા પછી, યુઝરે ફરીથી પોસ્ટ કરી, આ વખતે, ગ્રોકે તેની પોસ્ટમાં એક હિન્દી અપશબ્દ સાથે જવાબ આપ્યો. ત્યાર બાદ વિવાદ શરુ થયો.
ગ્રોક એક પાવરફુલ AI:
ગ્રોક એ ઈલોન મસ્કની કંપની xAI દ્વારા વિકસાવવામાં આવેલું એક પાવરફુલ AI છે. ચેટબોટમાં યુઝર્સ માટે ઘણા અલગ અલગ મોડ્સ છે, જેમાં એક ‘અનહિન્જ્ડ મોડ’નો સમાવેશ થાય છે, જેને AIનું સૌથી સ્પષ્ટ અને કોઈ પણ નિયંત્રિત વગરનું સેટિંગ ગણવામાં આવે છે.