ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઈલોન મસ્ક McDonald’s અને CNN પણ ખરીદી લેશે! ટ્રમ્પની જીત બાદ ચર્ચાએ જોર પકડ્યું

ન્યુયોર્ક: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કને ડોનાલ્ડ ટ્રમ્પ 2.0 સરકારમાં મહત્વનો હોદ્દો મળ્યો છે. હવે અટકળો છે કે ઈલોન માસ્ક મલ્ટીનેશનલ ફૂડ ચેઈન મેકડોનાલ્ડ્સ અને યુએસની અગ્રણી ન્યુઝ ચેનલ સીએનએન ખરીદે (Elon Musk to buy McDonald’s and CNN) શકે છે. અગાઉ ટ્રમ્પની જીત બાદ એવી પણ અફાવા ફેલાઈ હતી કે તેઓ કાર મેન્યુફેક્ચરર ફોર્ડ કંપની પણ ખરીદી શકે છે.

ચૂંટણી દરમિયાન મેકડોનાલ્ડ્સ હતું ચર્ચામાં:
નોંધનીય છે કે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન, ઇમિગ્રેશનથી માંડીને ગર્ભપાત કાયદાઓ અંગે ચર્ચાઓ થઈ હતી. કમલા હેરિસે દાવો કર્યો હતો કે તેઓ કોલેજ વખતે મેકડોનાલ્ડ્સમાં કામ કરતા હતાં. ટ્રમ્પે કમલાના આ દાવાને રદિયો આપ્યો હતો, થોડા દિવસ બાદ ટ્રમ્પ એક મેકડોનાલ્ડ્સ આઉટલેટમાં કામ કરતા જોવા મળ્યા હતાં, અને કમલાની મજાક ઉડાવી હતી.

સોશિયલ મીડિયામાં દાવો:
એક ફેસબુક પોસ્ટ દાવો કરવામાં આવ્યો કે, “મસ્કે અધિકૃત રીતે જાહેરાત કરી છે, હું મેકડોનાલ્ડ્સ ખરીદી રહ્યો છું.” જોકે આ અંગે કોઈ આધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી. મસ્ક કે મેકડોનાલ્ડ્સે આવી કોઈ જાહેરાત કરી નથી. મેટાએ ફેક ન્યુઝ બદલ આ પોસ્ટને ફ્લેગ પણ કરી છે.

Also Read – રોમની કોર્ટે મેલોની સરકારને ફટકાર લગાવી તો ઈલોન મસ્કે કર્યો બચાવ, ઇટાલીનું રાજકારણ ગરમાયું

અગાઉ માસ્કએ મેકડોનાલ્ડ્સ અંગે મજાક કરી હતી:
અગાઉ વર્ષ 2022માં ઈલોન માસ્કે ટ્વિટર પર મજાક કરી હતી કે જો McDonald’s પેમેન્ટ માટે Dogecoin સ્વીકારશે તો તે ટીવી પર ‘હેપ્પી મીલ’ ખાશે. મેકડોનાલ્ડ્સે તેમના પોતાના ” Grimacecoin” સાથે જવાબ આપ્યો હતો. જો કે એ માત્ર રમુજ હતી.

અગાઉ મસ્કે ‘મીડિયાને પાઠ ભણાવવા’ની વાત પણ કરી છે, CNNને ડેમોક્રેટિક તરફી ચેનલ માનવામાં આવે છે. માટે એવી આફવા છે કે મસ્ક આ ચેનલ પણ ખરીદી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button