શું એલોન મસ્ક બની શકે છે અમેરિકના રાષ્ટ્રપતિ? ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો ખુલાસો
વોશિંગ્ટન: ગત મહીને યોજાયેલી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) જીત થઇ હતી, તેઓ આવતા વર્ષે 20મી જાન્યુઆરીના રોજ પદભાર સંભાળશે. ચૂંટણી પ્રચાર દરમિયાન અમેરિકન બિલિયોનેર ઈલોન મસ્કે (Elon Musk) ટ્રમ્પને સમર્થન આપ્યું હતું, જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કને મહત્વની જવાબદારી સોંપી છે. અમેરિકાના રાજકારણમાં ઈલોન મસ્કનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે, એવામાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ પણ બની શકે છે. ટ્રમ્પએ આવી ચર્ચાઓ અંગે નિવેદન આપ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કરી સ્પષ્ટતા:
ડોનાલ્ડ ટ્રમ્પે એક સભા દરમિયાન કહ્યું કે, “ના, મસ્ક રાષ્ટ્રપતિ પદ નથી લઈ રહ્યા, આ બધી અલગ અલગ પ્રકારની મજાક છે. હાલમાં એવી વાતો ચાલી રહી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એલોન મસ્કને રાષ્ટ્રપતિ પદ સોંપી દેશે. ના, ના, એવું નહીં થાય.”
ટ્રમ્પે હળવા અંદાજમાં કહ્યું “જેના પર આપણે ભરોસો રાખી શકીએ એવા સ્માર્ટ લોકો હોય એ સારું નથી? શું આપણે એવું નથી ઈચ્છતા? પરંતુ ના, તે રાષ્ટ્રપતિ બનવાના નથી. હું સુરક્ષિત છું. પણ માસ્ક ન રહી શકે, જાણો છો કેમ? તે આ દેશમાં જન્મ્યો નથી. હા હા હા.”
મસ્કના વધતા પ્રભાવને કારણે ચિંતા:
હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે શુક્રવારે મધ્યરાત્રિએ સરકારી શટડાઉનને ટાળવા માટે કાયદો પસાર કર્યો હતો.
રિપબ્લિકન ઉમેદવાર ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં બીજી ટર્મ માટે ચૂંટાયા ત્યારથી દેશના રાજકારણમાં મસ્કના વધતા પ્રભાવ વિશે યુએસમાં ફરિયાદો વધી રહી છે.
ટ્રમ્પના ચૂંટણી પ્રચાર દરમિયાન મસ્કે સૌથી વધુ નાણા આપ્યા હતાં, ટ્રમ્પે પણ અનેક વાર મસ્કના ભરપુર વખાણ કર્યા છે. ટ્રમ્પના ચૂંટણી પ્રચારદરમિયાન, મસ્કએ $238.5 મિલિયનનું દાન આપ્યું હતું, આ સાથે તેઓ યુએસ ચૂંટણીના ઇતિહાસમાં સૌથી મોટા દાતા બન્યા હતા.
આ પણ વાંચો…દક્ષિણ સુદાનમાં પૂર બન્યું ‘આફત’: નહેરના કિનારાને આશ્રય લેતા નિઃસહાય વિસ્થાપિતો…
ટ્રમ્પે કોસ્ટ-કટીંગ અને ડી-રેગ્યુલેશન માટે મસ્કના સૂચનો સ્વીકાર્યા હતાં. ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી નામની એજન્સીની રચનાની જાહેરાત કરી અને તેનું નેતૃત્વ એલન મસ્ક અને વિવેક રામાસ્વામીને સોંપ્યું.
મસ્કના વધી રહેલા પ્રભુત્વએ યુ.એસ.માં ચિંતા ઉભી કરી, કારણ કે તેની મોટાભાગની કંપનીઓ ફેડરલ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ મેળવે છે.