2025ની શરૂઆતમાં જ એલન મસ્કને લાગી ગયો $17.7 બિલિયનનો ઝટકો!

નવા વર્ષની 2025ની શરૂઆત દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક (Elon Musk) માટે સારી નથી રહી. વર્ષના પહેલા જ દિવસે તેમને $17.7 બિલિયનનો આંચકો લાગ્યો હતો. ટેસ્લાના શેરમાં 6 ટકાથી વધુ ઘટાડાને કારણે તેમની સંપતિ ઘટીને $415 બિલિયન થઈ ગઈ છે. મસ્ક ટેસ્લા, વિશ્વની સૌથી મૂલ્યવાન કાર નિર્માતા અને રોકેટ બિઝનેસ SpaceXના CEO છે. કંપનીના 2024 પ્રોક્સી સ્ટેટમેન્ટ મુજબ મસ્ક ટેસ્લાના લગભગ 13% ની માલિકી ધરાવે છે.
એલન મસ્કને મળી ખોટ!
17 ડિસેમ્બર, 2024ના રોજ, એલન મસ્ક $486 બિલિયનની નેટવર્થને મેળવીને $500 બિલિયનની નેટવર્થથી માત્ર $14 બિલિયન દૂર રહી ગયા હતા. જો કે છેલ્લા 15 દિવસમાં તેમની સંપત્તિમાં $71 બિલિયનનો ઘટાડો થયો છે. છેલ્લા એક વર્ષમાં તેમની સંપત્તિ $220 બિલિયનથી વધીને $415 બિલિયન થઈ ગઈ છે. તેના પછી બીજા ક્રમે બર્નાર્ડ આર્નોલ્ટ આવે છે, જેમને $1.76 બિલિયનનું નુકસાન થયું છે. આર્નોલ્ટ વિશ્વના પાંચમા સૌથી અમીર વ્યક્તિ છે.
માર્ક ઝકરબર્ગને ફાયદો કે નુકસાન?
વર્ષ 2025 ની શરૂઆત METAના CEO માર્ક ઝકરબર્ગ, એનવીડિયાના માલિક જેન્સન હુઆંગ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી માટે સારી રહી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના ડેટા અનુસાર, ગુરુવારે ઝકરબર્ગની સંપત્તિમાં $4.70 બિલિયનનો વધારો થયો છે. વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ ઝકરબર્ગની નેટવર્થ 212 બિલિયન ડોલરે પહોંચી ગઈ છે.
બે દિવસમાં મુકેશ અંબાણીની સંપતિમ વધારો
જેન્સન હુઆંગે પણ તેની નેટવર્થમાં $3.36 બિલિયનને જોડ્યા છે. તેમની કુલ સંપત્તિ હાલમાં $118 બિલિયન છે અને તેઓ વિશ્વના 12મા સૌથી ધનિક વ્યક્તિ પૈકીના એક છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં છેલ્લા બે દિવસમાં 1.79 અબજ ડોલરનો વધારો થયો છે. તે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં $92.4 બિલિયનની નેટવર્થ સાથે 17મા ક્રમે છે.
આ પણ વાંચો…દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ
ગૌતમને અદાણી પણ ફળ્યું
નેટવર્થના સંદર્ભે વાત કરવામાં આવે તો વર્ષ 2025ની શરૂઆત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી માટે પણ ફાયદાકારક રહી છે. છેલ્લા બે દિવસમાં તેમની સંપત્તિમાં $162 મિલિયનનો વધારો થયો છે અને તેઓ $78.9 બિલિયનની નેટવર્થ સાથે અબજોપતિઓની યાદીમાં 19માં નંબરે છે.