ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકામાં ઇલોન મસ્કએ નવી પાર્ટીની જાહેરાત કરી, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આપ્યું આ નિવેદન

ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરવામાં આવી છે. ઇલોન મસ્કે હવે રાજકારણમાં ઝંપલાવ્યું છે. ઇલોન મસ્કે નવી રાજકીય પાર્ટી ” અમેરિકા પાર્ટી ” ની જાહેરાત કરી દીધી છે. જ્યારે આ અંગે પ્રતિક્રિયા આપતા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ટેસ્લાના વડાને પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેન ગણાવ્યા અને કહ્યું કે ત્રીજા પક્ષની જાહેરાત કરીને તે પાટા પરથી ઉતરી ગયા છે.

લોકોને સ્વતંત્રતા માટે ‘અમેરિકા પાર્ટી’ બનાવશે

જેમાં ડોનાલ્ડ ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલ પસાર થયા બાદ ઇલોન મસ્કે જાહેરાત કરી હતી કે લોકોને સ્વતંત્રતા માટે ‘અમેરિકા પાર્ટી’ બનાવશે. આ નિર્ણય અમેરિકામાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પાર્ટીઓ અંગે લોકોના અસંતોષ વચ્ચે આવ્યો છે.

અમેરિકામાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાસ્તવિકતા

ટ્રુથ સોશિયલ પર, ટ્રમ્પે લખ્યું, ” ઇલોન મસ્કને સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયેલા જોઈને દુઃખ થયું છે. છેલ્લા પાંચ અઠવાડિયામાં તે ટ્રેન ભંગારમાં ફેરવાઈ ગઇ છે. તે ત્રીજો રાજકીય પક્ષ પણ શરૂ કરવા માંગે છે. અમેરિકામાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી તે વાસ્તવિકતા છે. એવું લાગે છે કે સિસ્ટમ તેના માટે રચાયેલ નથી. યુએસ રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે ત્રીજો પક્ષ નાણાંનો વ્યપ અને અરાજકતા તરફ દોરી જાય છે અને વોશિંગ્ટનમાં કટ્ટરપંથી ડાબેરી ડેમોક્રેટ્સ જેમણે પોતાનો આત્મવિશ્વાસ અને મન ગુમાવી દીધું છે તેમની સાથે ઘણું થઇ ચૂક્યું છે.

મસ્ક નાખુશ છે કારણ કે બિલ ઇવી મેન્ડેન્ટને સમાપ્ત કરે છે

ટ્રમ્પે વધુમાં કહ્યું કે મસ્ક નાખુશ છે કારણ કે બિલ ઇવી મેન્ડેન્ટને સમાપ્ત કરે છે. જેનાથી ટેસ્લાના ઇલેક્ટ્રિક વાહનો માટે ગ્રીન-એનર્જી ક્રેડિટ્સ સમાપ્ત થઈ ગઇ છે. તેમણે કહ્યું, બીજી બાજુ, રિપબ્લિકન એક સરળ ચાલતું ‘મશીન’ છે જેમણે આપણા દેશના ઇતિહાસમાં તેના પ્રકારનું સૌથી મોટું બિલ પસાર કર્યું છે. આ એક મહાન બિલ છે. પરંતુ કમનસીબે ઇલોન માટે તે હાસ્યાસ્પદ ઇલેક્ટ્રિક વાહન મેન્ડેન્ટને સમાપ્ત કરે છે. જેનાથી દરેકને ટૂંકા સમયમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાની ફરજ પડી હોત.

ઇલોન મસ્કને સબસિડી બંધ કરવાની ધમકી

ટ્રમ્પે એમ પણ સૂચન કર્યું હતું કે ઇલોન મસ્ક તેમના નજીકના મિત્રમાંથી એકને નાસા ચલાવવાનો પ્રયાસ કરે, પરંતુ રાષ્ટ્રપતિને ખબર પડી કે મસ્કનો મિત્ર ડેમોક્રેટ છે. તેથી તેમણે આ યોજના બંધ કરી દીધી. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પની પોસ્ટ જૂનમાં તેમના જાહેર વિવાદ પછી બંનેએ એકબીજા પર કરેલા શ્રેણીબદ્ધ હુમલાઓ વચ્ચે આવી છે. DOGE માંથી મસ્કના બહાર નીકળ્યા બાદ સ્પેસએક્સ અને ટેસ્લાના માલિક મસ્કે ટ્રમ્પના ટેક્સ બિલની ટીકા કરી છે. તેમની ટીકાના જવાબમાં ટ્રમ્પે ટેસ્લા અને સ્પેસએક્સ પાસેથી મળતા અબજો ડોલરના સરકારી કરારો અને સબસિડી પાછી ખેંચવાની ધમકી આપી છે.

આ પણ વાંચો…શું હવે મસ્ક બનાવશે મહાસત્તા? ‘અમેરિકા પાર્ટી’ની જાહેરાત, અમેરિકન રાજકારણ ગરમાયુ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button