વોટ્સએપને ટક્કર આપવા ઈલોન મસ્ક સજ્જ, એકસચેટ લોન્ચ કરવાની જાહેરાત

વોશિંગ્ટન : વિશ્વમાં સૌથી વઘુ લોકપ્રિય સોશિયલ મીડિયા મેસેજિંગ એપ વોટસએપને ટક્કર આપવા ઈલોન મસ્કે કમર કસી છે. જેમાં તેમને હવે વોટ્સએપ ટક્કર આપવા માટે એકસચેટ(Exchat)લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ અંગે ઈલોન મસ્કે પોડકાસ્ટમાં માહિતી આપી હતી.
પ્રાઈવસી સાથે કોઈ બાંધછોડ કરવામાં નહી આવે
અંગે ઈલોન મસ્કે પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, તે વોટ્સએપ સાથે એક્સચેટ સીધી સ્પર્ધા કરશે. તેની એન્ટ્રીથી સોશિયલ મીડિયાના નવા આયામ જોડાશે. તેની કેટલી સુવિધાઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહત્વનું છે તેમાં પ્રાઈવસી સાથે કોઈ બાંધછોડ કરવામાં નહી આવે.
આ પણ વાંચો: ઈલોન મસ્કની નેટ વર્થ $500 બિલિયનને પાર; આટલા વર્ષમાં બની શકે છે પ્રથમ ટ્રિલિયનર
આ એપ્લિકેશન એટલી સુરક્ષિત હશે
ઈલોને મસ્કે દાવો કર્યો હતો કે વોટસએપ તેના યુઝર્સનો ડેટા સુરક્ષિત નથી રાખતો અને શેર કરે છે. ઈલોન મસ્કે જણાવ્યું હતું કે જયારે એક્સચેટમાં પ્રાઈવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમજ આ એપ્લિકેશન એટલી સુરક્ષિત હશે કે જો કોઈ મારા માથા પર બંદૂક મુકશે તો પણ હું તમારા સંદેશાઓ વાંચી શકીશ નહીં.



