ઇઝરાયલ વિરુદ્ધ એકજૂથ થયા આઠ મુસ્લિમ દેશ, રાહત શિબીર પર હુમલાની નિંદા કરી

ઇસ્લામાબાદ : ઇઝરાયલના સંયુક્ત રાષ્ટ્ર રાહત એજન્સીના કાર્યાલય પર કરવામાં આવેલા હુમલાની મુસ્લિમ રાષ્ટ્રોએ નિંદા કરી છે. જેમાં પાકિસ્તાન અને તુર્કી સહિત આઠ મુસ્લિમ દેશોએ કહ્યું કે ઇઝરાયલના સતત હુમલા વચ્ચે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે આ એજન્સીની ભૂમિકા સરાહનીય છે.
આઠ દેશોના વિદેશ મંત્રીઓએ સંયુકત નિવેદન આપ્યું
આ હુમલા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે શુક્રવારે એક સંયુક્ત નિવેદન આપ્યું હતું. જેમાં ઇઝરાયલ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર રાહત એજન્સીના કાર્યાલય પર કરવામાં આવેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાન, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, જોર્ડન, કતાર, સાઉદી અરેબિયા, તુર્કી અને સંયુક્ત આરબ અમીરાતના વિદેશ પ્રધાનોના નામ ટાંકવામાં આવ્યા હતા.
સામાજિક સેવાઓ અને કટોકટી સહાય પૂરી પાડી
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પેલેસ્ટિનિયન શરણાર્થીઓના અધિકારો માટે સંયુક્ત રાષ્ટ્ર રાહત અને કાર્ય એજન્સી સતત કાર્ય કરી રહી છે. આ એજન્સી દાયકાઓથી આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તેને સોંપવામાં આવેલી જવાબદારી પૂર્ણ કરી છે. જે લાખો પેલેસ્ટિનિયન શરણાર્થીઓને રક્ષણ, શિક્ષણ, આરોગ્ય સંભાળ, સામાજિક સેવાઓ અને કટોકટી સહાય પૂરી પાડી રહી છે.
યુએનમાં એજન્સીને ત્રણ વર્ષ માટે કાર્ય કરવા દેવાનો નિર્ણય
આ ઉપરાંત સંયુક્ત નિવેદનમાં જણાવવા આવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા એજન્સીને ત્રણ વર્ષ માટે કાર્ય કરવા દેવાનો નિર્ણય એજન્સીની મહત્વપૂર્ણ ભૂમિકા અને તેની કામગીરીની આધારે લેવામાં આવ્યો છે. તેમજ ગાઝા જયારે કોઈપણ એજન્સી કાર્યરત નથી ત્યારે આ એજન્સી શરણાર્થી સમુદાયો માટે જીવનરેખા બની રહી છે.



