ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

પાકિસ્તાનમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5. 2ની તીવ્રતા

કરાંચી : પાકિસ્તાનમાં રવિવારે સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી. આ ભૂકંપ સવારે 3:54 વાગ્યે આવ્યો હતો. ભૂકંપથી ડરીને લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.

ભૂકંપ 150 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ અક્ષાંશ: 30.25 ઉત્તર, રેખાંશ: 69.82 પૂર્વ પર હતું. આ ભૂકંપ જમીનથી 150 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપને કારણે જાનહાનિના કોઇ સમાચાર નથી.

12મેના રોજ પણ પાકિસ્તાન ભૂકંપ આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, 12 મેના રોજ પાકિસ્તાનમાં ઘણા ભૂકંપ અનુભવાયા હતા. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ ભૂકંપના આંચકા ક્વેટા, ચમન અને સિબી જેવા શહેરોમાં પણ અનુભવાયા હતા. આ પહેલા પાકિસ્તાનમાં 5 મેના રોજ 4.2 અને 10 મેના રોજ 4.0 ની તીવ્રતાના ભૂકંપ નોંધાયા હતા.

આ પણ વાંચો…ફિલિપાઇન્સમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભય, ઘરમાંથી બહાર દોડયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button