ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

પાકિસ્તાનમા અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4. 3ની તીવ્રતા

કરાંચી : પાકિસ્તાનમા મોડી રાત્રે આવેલા ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હાલમાં મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ પાકિસ્તાનમાં આવેલા ભૂકંપે ચિંતા વધારી દીધી છે. જોકે, હાલ ભૂકંપથી નુકસાનના કોઇ માહિતી નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 હતી. ભૂકંપના આંચકા બાદ લોકો ડરી ગયા હતા અને ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ બલુચિસ્તાનમાં ઉથલથી 65 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં હતું.

28 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો

પાકિસ્તાનમા આ પૂર્વે 28 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં જ હતું. 28 ફેબ્રુઆરી પહેલા 16 ફેબ્રુઆરીએ પણ પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર રાવલપિંડીથી 8 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં હતું. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે. તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. 

રિક્ટર સ્કેલની મદદથી ભૂકંપના તરંગો મપાય છે

રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

આ પણ વાંચો : Pakistan મા ઈદના દિવસે જ આતંકી હાફિઝ સઈદનો સાથી અબ્દુલ રહેમાન ઠાર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button