રશિયાના પેસિફિક ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી પણ જાહેર...
ઇન્ટરનેશનલ

રશિયાના પેસિફિક ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી પણ જાહેર…

મોસ્કો: રશિયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપ રશિયાના પેસિફિક ક્ષેત્રમાં નોંધાયો છે. જેમાં ભૂકંપની તીવ્રતા
રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી હતી. જોકે, ભૂકંપ બાદ તરત જ આફટર શોક અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તેમજ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

6.7 ની તીવ્રતાનો બીજો ભૂકંપ પણ નોંધાયો
રશિયાના પેસિફિક ક્ષેત્રમાં આવેલા ભૂકંપની તીવ્રતા 7.4 ની હતી. આ ભૂકંપ 20 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો અને તે કામચટસ્કી શહેરથી 144 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતો. જોકે, આ ભૂકંપ બાદ 6.7 ની તીવ્રતાનો બીજો ભૂકંપ પણ નોંધાયો હતો. ભૂકંપ બાદ પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રે રશિયાના કામચેટસ્કી માટે ચેતવણી જાહેર કરી છે.

કેન્દ્ર બિંદુની ઊંડાઈ 10 કિલોમીટર
રશિયામાં આવેલા આ ભૂકંપ અંગે જર્મન ભૂસ્તરશાસ્ત્રીય સંશોધન કેન્દ્રએ માહિતી આપી હતી. તે મુજબ રવિવારે વહેલી સવારે રશિયાના દૂર પૂર્વમાં કામચેટસ્કી કિનારા નજીક 6.5 થી વધુ તીવ્રતાના ભૂકંપમાં બે આંચકા નોંધાયા હતા. જેમાં ભૂકંપની તીવ્રતા 6.6 અને 6.7 માપવામાં આવી હતી અને બંનેના કેન્દ્ર બિંદુની ઊંડાઈ 10 કિલોમીટર માપવામાં આવી હતી. ભૂકંપ પછીના શરૂઆતના કલાકોમાં, તેમની તીવ્રતા ઘણીવાર અલગ રીતે માપવામાં આવે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button