ઇન્ટરનેશનલ

યુએસએના કેલિફોર્નિયામાં ભૂકંપના જોરદાર આંચકા, ત્સુનામીની ચેતવણી

કેલિફોર્નિયા સિટી: યુએસના કેલિફોર્નિયાના ઉત્તરીય ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા (Earthquake in California USA) હતાં, ત્યાર બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી (Tsunami Alert) હતી. ત્સુનામીની ચેતવણી ચેતવણી થોડીવાર પછી રદ કરવામાં આવી હતી. પેસિફિક મહાસાગર પર સ્થિત કોસ્ટલ હમ્બોલ્ટ કાઉન્ટીના શહેર ફર્ન્ડેલ નજીક સ્થાનિક સમય મુજબ સવારે 10:44 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ પછી પણ કેટલાક હળવા આંચકા અનુભવાયા હતા.

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS)ની સત્તાવાર વેબસાઇટ પર અહેવાલ આપ્યો છે, “આ ભૂકંપ ઉત્તરી કેલિફોર્નિયાના દરિયાકિનારે મેન્ડોસિનો ફ્રેક્ચર ઝોનની નજીકમાં, કેલિફોર્નિયાના ફર્ન્ડેલથી લગભગ 100 કિમી દક્ષિણપશ્ચિમમાં આવ્યો હતો. આ ભૂકંપ મેન્ડોસિનો ટ્રિપલ જંક્શન નજીક આવ્યો હતો, આ એ વિસ્તાર છે જ્યાં પેસિફિક, ઉત્તર અમેરિકા અને જુઆન ડી ફુકા/ગોર્ડા પ્લેટો મળે છે.”

આ ભૂકંપની અસર દક્ષિણમાં સાન ફ્રાન્સિસ્કો સુધી અનુભવાઈ હતી, ત્યાના રહેવાસીઓએ કેટલીક સેકન્ડો સુધી ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં. જો કે, ભૂકંપથી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલો નથી.

Also Read – Guinea માં ફૂટબોલ મેચ બની 100 લોકો માટે મોતનું કારણ, આ કારણે સર્જાઇ અફડા-તફડી

ત્સુનામીની ચેતવણી:
સુનામીની ચેતવણી લગભગ એક કલાક સુધી અમલમાં રહી. ભૂકંપ આવ્યા બાદ તુરંત જ ત્સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, આ ચેતવણી હેઠળ કેલિફોર્નિયામાં મોન્ટેરી ખાડીથી ઓરેગોન સુધી લગભગ 805 કિલોમીટરનો દરિયાકિનારો આવરી લેવામાં આવ્યો હતો. સાન ફ્રાન્સિસ્કો બે એરિયા રેપિડ ટ્રાન્ઝિટ ડિસ્ટ્રિક્ટ (BART) એ સાન ફ્રાન્સિસ્કો અને ઓકલેન્ડને જોડતી અન્ડરવોટર ટનલ મારફતે તમામ દિશાઓમાં સર્વિસ સ્થગિત કરી દેવામાં આવી છે.

ત્યાર બાદ એક કાલક બાદ કેલિફોર્નિયા અને ઓરેગોનને અસર કરતી ત્સુનામીની ચેતવણી રદ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button