ઇન્ટરનેશનલ

Earthquake: મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7, લોકોમા ભયનો માહોલ

નવી દિલ્હી : મ્યાનમારમાં શુક્રવારે આવેલા 7.7 રિક્ટર સ્કેલના ભૂકંપથી(Earthquake)હજુ લોકોમા ડરનો માહોલ છે. તેવા સમયે આજે ફરી એક વાર મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. ભૂકંપના જોરદાર આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને તેઓ પોતાના ઘરની બહાર નીકળી ગયા. આ ભૂકંપના આંચકો બપોરે 2.50 વાગ્યે અનુભવાયા હતા.

આ પણ વાંચો: Earthquake : પીએમ મોદીએ મ્યાનમારના સેના પ્રમુખ સાથે વાત કરી, કહ્યું મુશ્કેલ સમયમા ભારત મ્યાનમાર સાથે…

ભૂકંપે બંને દેશોમાં મોટી તારાજી સર્જી

શુક્રવારે મ્યાનમાર, થાઇલેન્ડ, ચીન અને ભારતના ભાગોમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મ્યાનમાર અને થાઈલેન્ડમાં રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે બંને દેશોમાં ભારે તબાહી સર્જાઈ છે. શક્તિશાળીને ભૂકંપે બંને દેશોમાં મોટી તારાજી સર્જી છે.

મ્યાનમારમાં ભૂકંપને કારણે 144 લોકોના મોત થયા

મ્યાનમારમાં ભૂકંપને કારણે 144 લોકોના મોત થયા છે. થાઈલેન્ડમાં 100થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જ્યારે 700થી વધુ લોકોને ઈજા પહોંચી છે.હાલના તબક્કે પીડિતોને મદદ પહોંચાડવાની સાથે રેસ્ક્યૂ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે. જ્યારે બંને દેશના વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈમર્જન્સી જાહેર કરી છે.

બેંગકોકમાં અનેક બિલ્ડિંગો ધરાશાયી

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં અનેક બિલ્ડિંગો ધરાશાયી થઈ ગઈ છે. મ્યાનમારમાં એક નદી પર બનેલો પુલ તૂટી પડ્યો. આ ભૂકંપના કારણે થયેલા નુકસાનના ઘણા ડરામણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.
મ્યાનમારમાં લગભગ 90 વર્ષ જૂનો અંગ્રેજોનો પુલ ભૂકંપને કારણે ધરાશાયી થયો હતો. 1934માં અંગ્રેજો દ્વારા ઐતિહાસિક પુલ (અવા બ્રિજ)નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જે ભૂકંપને કારણે આજે નુકસાન પહોંચ્યું હતું,

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button