આઈઆઈએમ અમદાવાદમાં દુબઈએ નવું કેમ્પસ શરુ કર્યું, બંને દેશો વચ્ચે શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધશે

અમદાવાદ : આઈઆઈએમ અમદાવાદમાં દુબઈએ નવું કેમ્પસ શરુ કર્યું છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે આ નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે દુબઈ કેમ્પસની શરુઆત ભારતીય શિક્ષણના વૈશ્વિકરણ માટે સીમાચિહન રૂપ કાર્ય છે. આ ભારતની સર્વશ્રેષ્ઠ પ્રતિભાને વિશ્વ કક્ષાએ ચમકશે.

ભારત-યુએઈ જ્ઞાન સહયોગમાં એક ગૌરવશાળી પ્રકરણ
આ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ એક્સ પર જાણકારી આપી કે, ” આઈઆઈએમ અમદાવાદ પરિસરમાં દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે દુબઈના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. જે અમારી માટે સન્માનની બાબત છે. પીએમ મોદીની પરિકલ્પના મુજબ આ ભારતીય ભારતીય શિક્ષણના વૈશ્વિકરણની દિશાના સીમાચિહન રૂપ કાર્ય છે. દુબઈએ આજે આઈઆઈએમ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પરિસરનો હિસ્સો બન્યું. જેણે ભારતીય ભાવના, વૈશ્વિક દ્રષ્ટિકોણના સિદ્ધાંતને મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ભારત- યુએઈ જ્ઞાન સહયોગમાં એક
ગૌરવશાળી પ્રકરણ જોડવા બદલ શેખ હમદાનનો આભાર. “
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન 10-11 સપ્ટેમ્બરના રોજ યુએઈના પ્રવાસે
ઉલ્લેખનીય છે કે, ભારતીય શિક્ષણ મંત્રાલયે મંગળવારે જાણકારી આપી હતી કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન 10-11 સપ્ટેમ્બરના રોજ યુએઈના પ્રવાસે જશે. આ યાત્રાનો ઉદ્દેશ બે દેશો વચ્ચે સહયોગ વધારવાનો છે. આ દરમિયાન દિલ્હીમાં પ્રથમ વિદેશી અટલ ઇન્ક્યુબેશન સેન્ટર અને આઈઆઈએમ અમદાવાદના દુબઈ કેમ્પસનું ઉદઘાટન કર્યું. આ યાત્રાનો ઉદ્દેશ શિક્ષણના ક્ષેત્રના સહયોગ વધારવા અને નવી તકોના સર્જનનો છે. તેમજ બંને દેશોના વિધાર્થીઓ અને યુવાનોની આકાંક્ષાઓની પૂર્તિ માટે ભાગીદારી વધારવાનો છે.
આપણ વાંચો: ભારત-નેપાળ સરહદ પણ વિઝા અને પાસપોર્ટની જરૂર કેમ નથી? જાણો મૈત્રી કરારનું રહસ્ય